પાલનપુરમાં ભીમ અગિયારસ નિર્જળ એકાદશીના દિવસે વિવિધ મંદિરોમાં બહેનોને પૂજા માટે ઉમટી પડ્યા

૭ જુન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં ભીમ અગિયારસ નિર્જળ એકાદશીના દિવસે વિવિધ મંદિરોમાં બહેનોને પૂજા માટે ઉમટી પડ્યા.ભીમ અગિયારસ નિજૅળ એકાદશીના દિવસે પાલનપુરમાં વિવિધ શિવ મંદિરોમાં બહેનોએ અગિયારસ ઉપવાસ રાખી પૂજા અર્ચના કરવા વિવિધ મંદિરોમાં ભીડ જોવા મળી હતી જેમાં શહેરના શક્તિ નગર રોડ ઉપર આવેલા રામેશ્વર મંદિરે શિવજીના સ્ફટિક શિવલિંગ ઉપર વર્ત રાખનારી બહેનોએ જળાભિષેક . કેરી પાણીનો ઘડો. પંખો. દીવો ધૂપ કરી શિવજીને રીઝવા ની કોશિશ કરી હતી જીવનમાં સુખ શાંતિ પ્રાર્થના કરી હતી મંદિરના પૂજારી પાસે ભીમ અગિયારસ વાંચન કરી આશિવચન લીધા હતા
પાલનપુર શક્તિનગર રોડ ઉપર રામેશ્વર મંદિરના મહેન્દ્ર પુજારી જણાવ્યું ભીમ અગિયારસ નિર્મળ એકાદશીનું હિન્દુ ધર્મ માટે મહત્વનું છે આ દિવસે નવ પરણીતા દીકરીઓ ભીમ અગિયારસ ઉપવાસ રાખી પૂજા અર્ચના કરવામાં આવે છે આ મોટી અગિયારસ જેઠ સુદ એટલે અજવાળી અગિયારસ નિર્મળ એકાદશી ભીમ અગિયારસ તરીકે ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ વૈદવ્યાસજીએ પાંડવો વખતે એકાદશીનું મહત્વ બતાવ્યું છે એ સમયે ભીમ ભૂખ્યો ન રહેનારો જે આ દિવસે આખા વર્ષમાં એકાદશીના દિવસે હું ઉપવાસ રાખી વર્ત રાખ્યું કહેવાય છે શિવ મંદિરમાં નદી કિનારે પૂજા કરતી નદીનો પ્રવાહ ભીમ એકાદશી વ્રત કરતી વખતે નદીનો પ્રવાહ રોકાઈ ભગવાનના દ્વારમાં પાણી પ્રવેશ થતા ભીમને તકલીફ ના પડે તેને લઈને શિવજીએ વાઘનું સ્વરૂપ લીધું અને પાર્વતી ને ગાયનું સ્વરૂપ લીધા બાદ ગાયના પાછળ ભગવાને હુમલાની કોશિશનો દેખાવ કરતા ભીમ ગાયને બચાવવા નદીમાંથી ઊભો થઈ જતા પ્રવાહ અટકી ગયો હતો કહેવાય છે આ એકાદશી ભીમ અગિયારસ નું નામ એ સમયથી ઉજવણી કરવામાં આવે છે આ દિવસે બહેનો સાથે પુરુષો પણ વ્રત રાખી સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી





