ઋષિ પંચમી ના દિવસે ઉપાસના વિદ્યાલય, પાલનપુર ખાતે બ્રહ્મપથ જ્ઞાનપીઠ દ્વારા આયોજિત અને સમસ્ત બ્રહ્મસમાજ, બનાસકાંઠા દ્વારા પ્રાયોજિત જ્યોતિષ શાસ્ત્રના વર્ગનો ઉદ્ઘાટન સમારોહ યોજાઈ ગયો.

30 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ઋષિ પંચમી ના દિવસે ઉપાસના વિદ્યાલય, પાલનપુર ખાતે બ્રહ્મપથ જ્ઞાનપીઠ દ્વારા આયોજિત અને સમસ્ત બ્રહ્મસમાજ, બનાસકાંઠા દ્વારા પ્રાયોજિત જ્યોતિષ શાસ્ત્રના વર્ગનો ઉદ્ઘાટન સમારોહ યોજાઈ ગયો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિકેતભાઇ ઠાકર, ઉદ્ઘાટક તરીકે સુખ્યાત જ્યોતિર્વિદ શ્રી શાંતિલાલ શાસ્ત્રીજી, અતિથિ વિશેષ તરીકે સમસ્ત બ્રહ્મસમાજ, ગુજરાતના ઉપપ્રમુખ શ્રી હરગોવનભાઇ શીરવાડીયા, ડીસાથી પધારેલ બ્રહ્મ અગ્રણી અને પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી રમેશભાઈ પંડ્યા, જાણીતા ધારાશાસ્ત્રી અને સામાજિક કાર્યકર્તા શ્રી એડવોકેટ મનોજભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના નિમંત્રકોમાં આ બ્રહ્મપથ જ્ઞાનપીઠના પ્રધાનાચાર્ય તરીકે શ્રી દીપકભાઈ જોશી, પરમ ગુરુ શ્રી જગદીશચંદ્ર મહેતા તથા સમસ્ત બ્રહ્મસમાજ બનાસકાંઠાના પ્રમુખ શ્રી અરુણભાઈ જોષી હતા.
આ ઉપરાંત પાંત્રીસી ઔદીચ્ય સહસ્ર બ્રહ્મસમાજના પ્રમુખ શ્રી અમૃતલાલ પંડ્યા તથા પાલનપુર 35સી બ્રહ્મસમાજના પ્રમુખ શ્રી રમેશચંદ્ર પંડ્યા, બનાસ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી શ્રી ડૉ. શૈલેશભાઈ વ્યાસ, ઉપાસના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી યોગીનભાઇ બ્રહ્મભટ્ટ, ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી સિદ્ધાર્થભાઇ બ્રહ્મભટ્ટ, રાણપુર હાઇસ્કૂલ આચાર્ય અને જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી શ્રી જયેશભાઈ જોશી સહિત અનેક મહાનુભાવો અને જ્યોતિષ વર્ગના વિદ્યાર્થીઓ તથા તેમનાં પરિવારજનો ઉપસ્થિત રહ્યાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાસ્કરભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું.






