GUJARATNARMADATILAKWADA

શનિ-રવિના દિવસોમા મોટી સંખ્યામા પરિક્રમાવાસી નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી

પરિક્રમા દરમિયાન મણીનાગેશ્વર મંદિર ખાતે ગરબા રમી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ

શનિ-રવિના દિવસોમા મોટી સંખ્યામા પરિક્રમાવાસી નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી

પરિક્રમા દરમિયાન મણીનાગેશ્વર મંદિર ખાતે ગરબા રમી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ

વસિમ મેમણ / નર્મદા

નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન ચાલી રહેલી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અર્થે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી આવી રહ્યા છે. નર્મદા નદીની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા એક આધ્યાત્મિક પરિક્રમા છે. આ પરિક્રમા ૮ મી એપ્રિલ થી શરૂ થઈ ૦૮ મી મે સુધી ચાલશે. આ પરિક્રમા મધ્યાંતર સમયે પહોચી છે જેનો હજારો યાત્રીકોએ લાભ લીધો છે.

તા.૮ મી એપ્રિલ, ૨૦૨૪ ચૈત્ર સુદ પડવાથી ચાલુ થયેલી આ પરિક્રમામાં આજ દિન સુધી મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓએ પરિક્રમા કરી છે. ત્યારે શનિ-રવિના દિવસોમા મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓએ માં નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. વહિવટી તંત્ર દ્વારા ઊભી કરવામા આવેલી વ્યવસ્થાનો યાત્રીકો લાભ લઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે વહિવટીતંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી સારી સુવિધાઓ થકી લોકો શ્રધ્ધાપૂર્વક પરિક્રમા કરી રહ્યાં છે. પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ૨૪X૭ કલાક કન્ટ્રોલરૂમ કાર્યરત છે. અને નર્મદા પરિક્રમાને ચારે ઘાટ પર નોડલ અધિકારી-કર્મચારીઓને ડયુટી સોપવામા આવી છે. અને તેઓ પરિક્રમામા આવતા લોકોને ગાઈડ કરી રહ્યા છે. જેના થકી સમગ્ર પરિક્રમા ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શાંતિ-સલામતી સુવિધા પર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગની વિવિધ ટીમો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ દિન-રાત તેમની ફરજો બજાવી રહ્યાં છે અને પરિક્રમાર્થીઓ માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!