યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના આગલા દિવસે ભક્તોનો સેલાબ ઉમટ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૯.૨૦૨૫
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના અગલા દિવસે ભાદરવી અમાસના રોજ દોઢ લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજી ના દર્શનાર્થે ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો ગુજરાત સહીત પાડોશી રાજ્યો મહારાષ્ટ્રા,મધ્ય પ્રદેશ સહીત ના રાજ્યોમાંથી વર્ષ દરમ્યાન લાખ્ખોની સંખ્યામાં આવતા હોય છે.અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી,આસો નવરાત્રી,તેમજ આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત તેમજ શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.જેમા આજે રવિવાર ના રોજ આસો નવરાત્રિના આગલા દિવસે માતાજીના દર્શનાર્થે શનિવાર ની મધ્યરાત્રી થી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો. ચારે કોર પગપાળા યાત્રાળુઓ ના કારણે જય માતાજી ના ભારે જયઘોષ સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા ભક્તો જોવા મળ્યા હતા.જ્યારે વહેલી સવારે ૪.૩૦ કલાકે માતાજીના મંદિર ના નિજદ્વાર ખુલ્લા મુક્તા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું. અને માતાજીના ચરણમાં શીશ નમાવી ધન્ય બન્યા હતા.