થરામા મહોરમના પર્વ નિમિત્તે કોમી એકતા સાથે તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું..
કતલની રાત્રે તાજિયા જુલૂસ બાદ બીજા દિવસે સાંજે તાજિયાવિસર્જન ઠંડા કરવાની વિધી થઈ--- મુકંદરશા ફકીર

થરામા મહોરમના પર્વ નિમિત્તે કોમી એકતા સાથે તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું..
—————————————-
કતલની રાત્રે તાજિયા જુલૂસ બાદ બીજા દિવસે સાંજે તાજિયાવિસર્જન ઠંડા કરવાની વિધી થઈ— મુકંદરશા ફકીર
—————————————
ઈસ્લામ ધર્મમાં કરબલાના મેદાન માં હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં મનાવવામાં આવતા પવિત્ર મહોરમ પર્વ નિમિત્તે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ સિપાઈ વાસ હુસેની ચોકથી ભવ્યાતિભવ્ય તાજીયા જુલુસ કોમી એકલાસભર્યા માહોલમાં શાતિં પૂર્ણ રીતે નીકળ્યું હતું. રવિવારના રોજ સિપાઈ વાસ માંથી કાઢવામાં આવેલો તાજીયા જુલુસ પઠાણ સમશેરખાન હુસેન ખાન ઘોરી રમજાનખાન હુસેન ખાન,ફકીર મુકંદરશા કાદરશા, મકરાણી મહંમદખાન કેસરખાન, મકરાણી અનવરખાન વલીખાન, જીવણભાઈ મીર (રાજ મેડિકલ) ની ઉપસ્થિતિમા પોલીસ બંદોબસ્ત સાથે નીકળીહાઈસ્કૂલ રોડ,હાઈવે સર્વિસ રોડ,નગર પાલિકા રોડ, વાળીનાથ મંદિર, જુનાગંજ બજાર,દરબાર ગઢ, બગીચો (સ્વ.પ્રતિપાલસિંહ વાઘેલાના નિવાસ સ્થાન) થઈ પરત સિપાઈ વાસમા વિસર્જન માટે સમાપ્ત થયો હતો.ત્યારબાદ ખાતે તાજીયાઓને ટાઢા કરવામાં આવ્યા હતા.જુલુસ પૂર્વે પણ શનિવારે રાત્રે કલાત્મક રીતે શણગારેલ તાજીયા જુલુસ નીકળ્યો હતો.કાર્યક્રમમા કોઈ અનિચ્છનીય ઘટના બને નહિ તે માટે થરા પોલીસ સ્ટાફના જવાનો ખડે પગે રહી શાતિં અને વ્યવસ્થા જાળવવા સફળ રહ્યા હતા.તાજીયા પર્વ નિમિત્તે થરા નગરમાં ધર્મની પરંપરા અને સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ પુરૂ પડાયું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




