GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ:વડાતળાવ ખાતે પંચમહોત્સવના પ્રથમ દિવસે લોકો મોટી સંખ્યામા ઉમટ્યા,આયોજકોની આયોજન પ્રત્યેની ત્રુટીઓના પગલે અવ્યવસ્થાના દ્રશ્યો જોવા મળ્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૧.૨૦૨૪

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ તેમજ વર્લ્ડ હેરિટેજ સાઈટ ની વડાતળાવ ખાતે આવેલ પંચમહોત્સવ સાઇટ પર આયોજિત પંચ મહોત્સવ ના પ્રથમ દિવસે ગુરુવારના રોજ સંગીત સંધ્યામાં આયોજકોની આયોજન પ્રત્યેની ત્રુટીઓના પગલે અવ્યવસ્થાના દ્રશ્યો જોવા મળ્યા હતા.જોકે બંદોબસ્તમાં જોતરાયેલી પોલીસે કુનેહ પૂર્વક મામલો સંભાળી પ્રશંસનીય કામગીરી કરી હતી.પાવાગઢ ખાતે પ્રવાસનને વેગ મળે તે અર્થે આયોજિત પંચમહોત્સવ ચાલુ વર્ષે ગુરુવારના રોજ સીમિત દાયરામાં ત્રણ દિવસનો તંત્ર દ્વારા યોજવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે ગુરુવારના રોજ જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય દ્વારા પંચ મહોત્સવના ઉદઘાટન બાદ પંચ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જ્યારે પંચ મહોત્સવની સંગીત સંધ્યામાં સંગીત સંધ્યાને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં પંચ મહોત્સવ સાઇટ ખાતે આવી પહોંચ્યા હતા.જેઓ પાસે સંગીત સંધ્યા સંકુલમાં આવેલ પ્લેટિનમ વિભાગ તેમજ ગોલ્ડન વિભાગ આ બે વિભાગોમાં તંત્રના પાસ દ્વારા પ્રવેશ મળતો હોય લોકો પાસે પાસ ન હોવાથી આ લોકો સંગીત સંધ્યાના સંકુલની બહાર જોવા મળતા હતા.જો કે બીજી તરફ મુખ્ય કલાકાર ની સંગીત સંધ્યા શરૂ થતા અગાઉ તેમજ પંચ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ખુરશીઓ (બેઠક વ્યવસ્થા) ખાલી દેખાતા તંત્ર દ્વારા બહાર ઉભેલા તમામ લોકોને પ્રવેશ આપવા દેવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ મુખ્ય કલાકારના કાર્યક્રમની શરૂઆત ના સમયે જે લોકો પાસે પ્લેટિનમ વિભાગ તેમજ ગોલ્ડન વિભાગમાં પ્રવેશવાના પાસ હતા.તે લઈને સંગીત સંધ્યા માણવા માટે મોટી સંખ્યામાં પંચ મહોત્સવ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.જોકે તે સમયે આ બંને વિભાગો ની બેઠક વ્યવસ્થા ભરાઈ જતા ગેટ પર ઉભેલા પોલીસ કર્મીઓ દ્વારા સંકુલમાં અવ્યવસ્થા ના થાય એ અર્થે તેમજ સંગીત પ્રેમીઓની સુરક્ષા ને ધ્યાનમાં લઇ પ્રવેશ પાસ લઈને આવેલા લોકોને પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા હતા.આ તબક્કે પોલીસ અને પાસ લઈને આવેલા લોકો વચ્ચે ઘર્ષણ થતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જોકે પોલીસે સમય સૂચકતા વાપરી કૂનેહ પૂર્વક સુઝ બુઝ થી શાંતિપૂર્ણ રીતે મામલો સંભાળી લીધો હતો.અને જેમ જેમ સંકુલમાં જગ્યા થતી હતી તેમ તેમ પાસ લઈને આવેલા સંગીત પ્રેમીઓને સંકુલમાં પ્રવેશ આપવા દેવામાં આવ્યો હતો. જોકે સંગીત સંધ્યાના સંકુલ ની અંદર ઘણો બધો ભાગ એવો ખુલ્લો હતો. જયાં ખુરશી મૂકી બેઠક વ્યવસ્થા વધારી શકાય તેમ હતી. પરંતુ આયોજનની ત્રુટિયો ના પગલે સંગીત સંધ્યા સંકુલ ની અંદર જગ્યા ખાલી રહી ગઈ અને લોકોને ના છૂટકે ઉભા ઉભા મહિલાઓ તેમજ બાળકો સાથે પંચ મહોત્સવ નિહાળવા ફરજ પડી હતી. જ્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પંચ મહોત્સવ પ્રારંભ ના વર્ષો કરતા હાલની બેઠક વ્યવસ્થા માં અંદાજિત ૪૦ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.પંચ મહોત્સવ સંકુલ માં પ્રવેશ ન મળેલા લોકો સંકુલની બહાર આવેલ અંદાજિત ૭૦ થી ૧૦૦, ફૂટ જેટલી ઊંચી ટેકરીઓ પર ઝાડી ઝાંખરા વચ્ચે બિલકુલ નાના બાળકો તેમજ મહિલાઓ સાથે જોખમી રીતે પંચ મહોત્સવને દયા જનક સ્થિતિમાં કરકડથી ઠંડીમાં પંચ મહોત્સવ સંગીત સંધ્યાને કોઈપણ પ્રકારની રોકટોક વગર નિહાળતા જોવા મળ્યા હતા.જ્યારે સંગીત સંધ્યાના સંકુલ ની અંદર સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળ્યો હતો.જોકે પોલીસ દ્વારા આગોતરા પગલાં લઈ સંકુલના તમામ પ્રવેશ દ્વાર ખાતે પ્રવેશતા લોકોનું વિડીયોગ્રાફી કરવામાં આવતી હતી. સાથે સાથે પોલીસના અમુક કર્મચારીઓ બોડી વોન કેમેરાથી સજજ જોવા મળતા હતા. જોકે સંગીત સંધ્યા સંકુલમાં પ્રવેશ દ્વાર તેમજ એક્ઝિટ એક જ જગ્યાએ થતું હોય તેમજ હજારોની સંખ્યામાં સંગીત સંધ્ય નિહાળવા આવેલા લોકોની હરકત પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અત્યંત આવશ્યક હોય તેનો અભાવ જોવા મળ્યો હતો.ભૂતકાળમાં ખુરશીઓ તૂટવાના પણ બનાવો બન્યા છે.સ્વચ્છતાના આગ્રહી હાલની સરકારમાં શૌચાલય ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે.ત્યારે પંચ મહોત્સવના પ્લેટિનમ વિભાગ તેમજ મીડિયા વિભાગમાં તેમજ ગોલ્ડન ના પહેલા વિભાગમાં એક પણ શૌચાલય જોવા મળ્યું ન હતું. જોકે ગોલ્ડન ના બીજા ગેટમાં એક શૌચાલય જોવા મળ્યું હતું. અગાઉ ના આયોજનો દરમિયાન આ ત્રણેય વિભાગમાં શૌચાલય મૂકવામાં આવતા હતા.ચાલુ વર્ષે શૌચાલય ન હોવાના કારણે ખાસ કરીને મહિલાઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો જોવા મળતો હતો.

Back to top button
error: Content is protected !!