અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : ગુજરાત સ્થાપના દિવસે સમગ્ર જિલ્લા આમ આદમી પાર્ટી પ્રતીક ઉપવાસ પર ઉતરી ઉજવણી કરશે
અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ. 1 લી મે ગુજરાત સ્થાપના દિવસે સમગ્ર જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રતીક એક દિવસ ઉપવાસ રાખી સરકારની નીતી સામે વિરોધ નોંધાવશે. આમ આદમી પાર્ટીપ્રદેશ સઁગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણએ રાજેન્દ્રનગર થી મોડાસા રોડ ને લઇ તંત્ર ના કાન વારંવાર ઉગાડવા છતાં પરિસ્થિતિ તેના ત્યાંજ છે. જિલ્લામાં રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા કરોડો ની ખનીજ ચોરી ની રજૂઆત કરવામાં આવી હોય તેમ છતાં ભ્રષ્ટ તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવી નથી…?? ગુજરાત સરકાર સ્થાપના દિનની ઉજવણી કરશે ત્યારે આમ આદમી પાર્ટી ઉપવાસ કરશે. આવનાર દિવસોમાં મજબૂત વિપક્ષ તરીકે જનતા નો અવાજ સરકાર સુધી પહોંચાડશે તેમ જણાવ્યું હતું. પત્રકાર પરિષદમાં પ્રદેશ સંગઠન મંત્રીજયદીપ ચૌહાણ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, પાર્ટી કાર્યકર્તા ઇન્દુભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.