
તા.૦૨.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:પૂજયપાદ શાસન પ્રભાવક સેયમૈકલક્ષી ગીતાર્થ સમતાધારી ૧૧૫ થી વધારે શિષ્યોના શુશીલ્પી બંધુ બેલડી જિન હિમચંદ્ર સૂરિ મહારાજ સાહેબ તથા ગુરુ ભગવંતની નિશ્રામાં જેમાં ૪-૪ આચાર્ય ભગવંત અને ૫૦ થી વધુ સાધુ-સાધ્વીજી વિશાળ પરિવારની નિશ્રામાં શાંતિનાથનું અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ધર્મ નગરી લીમડીમાં ચોથા દિવસે હસ્તિનાપુર નગરીમાં આચાર્યશ્રી ભગવંતનો શ્રી-સંઘ સાથે મંગળ પ્રવેશ થયોનગરીની વિશેષતા: થાંભલા વગરનો ૨૦૦૦ સ્કેવેર ફૂટ (Sq Feet) નો ભવ્ય રંગમંડપ.ઉજ્જૈનના વિક્રમાદિત્ય મહારાજાના રાજદરબારને યાદ કરાવતો ભવ્ય રાજદરબાર જેમાં મંત્રી, નગર શેઠ, સેના અધિપતિ, કોક્ષા અધ્યક્ષ, છડીદાર, રાજકન્યા, કુલ મહતરાપ્રિયંવદા દાસી તેમજ 32 લાખ વિમાનના અધિપતિ ઈન્દ્ર-ઇંદ્રાણી તેમજ પ્રજાના રાજમાતા અચીરાદેવી આદિ પુન્ય આત્માઓ સ્થાપન સર્વ પાત્રાનો પરિચય રાજ સંગીતકાર મેહુલભાઈ રૂપાળા એ યાદગાર અભૂતપૂર્વ પ્રસ્તુતિ કરાવી. ત્યારબાદ રાજમાતાને લીમડી નગરની પાઠશાળાની નાની બાલિકાઓએ ૧૪-૧૪ મહાસ્વાનોનું સંગીતમય નૃત્યમય દર્શન કરાવ્યું.ત્યારબાદ રામગંજ મંડીપી સંઘ સાથે પધારેલ મહેતા પરિવારના લાડલા સુપુત્ર સંયમકુમારને ભાગવતી દીક્ષાનું શુભ મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું. જેના રત્નકુક્ષિ માતા પ્રિયંકાબેન તથા પિતા સંદિપકુમારનું લીમડી સંઘ દ્વારા ભવ્ય સ્વાગત, સન્માન અને બહુમાન કરવામાં આવ્યું.
તેમજ ઇન્દ્ર મહારાજ દ્વારા શક્રસ્તવ સ્તોત્ર દ્વારા પરમાત્માની ભક્તિ અનુષ્ઠાન કરવામાં આવ્યું. રાત્રે ૮ કલાકે ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રભુનુ જન્મ કલ્યાણક જે જિંદગીનો અમૂલ્ય અતુલ્ય અને સ્મરણીય લહાવો માણવાનો એક અવસર મળવાનો છે.





