તા. ૧૧. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નગરાળા ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત જૂથ ચર્ચા કરવામાં આવી
“વિકસિત ભારત ની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન ” થીમ અંતર્ગત વિશ્વ વસ્તી દિનની ઉજવણી અન્વયે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ના માર્ગદર્શન અન્વયે નગરાળા ખાતે સરપંચશ્રી ના ઘરે જૂથ ચર્ચા કરવામાં આવી જેમાં વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે મોડા લગ્ન બાળલગ્નો અટકાવવા નાનું કુટુંબ સુખી કુટુંબ લક્ષિત દંપતીને જરૂરિયાત મુજબ બિન કાયમી પદ્ધતિ જેવી કે પુરૂષો માટે નિરોધ, સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ,અંતરા ઇન્જેક્શન, બે બાળકો વચ્ચે ગાળો રાખવો કોપર ટી બે કે તેથી વધુ બાળકો વાળા દંપતીઓ માં પુરૂષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપી અને ટાકાવાળું ઓપરેશન તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવનાર લાભાર્થીઓને મળતા આર્થિક લાભો અને દિકરી યોજના વિશે તથા ચોમાસાની ઋતુમાં પાણી જન્ય રોગો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ જૂથ ચર્ચા માં ગામના સરપંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર સુપરવાઈઝર MPHW અને ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા