DAHODGUJARAT

દાહોદ શહેરમાં આજરોજ રામ નવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામજીની સાતમી રામયાત્રા દાહોદ શહેરમાં ભવ્યાતિ ભવ્ય,વાજતે ગાજતે રામયાત્રા નીકળી હતી

તા.૦૬.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરમાં આજરોજ રામ નવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામજીની સાતમી રામયાત્રા દાહોદ શહેરમાં ભવ્યાતિ ભવ્ય, વાજતે ગાજતે રામયાત્રા નીકળી હતી. જય શ્રી રામ.. જય શ્રી રામ.. ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ રામયાત્રામાં વિવિધ ઝાંખીઓ સહિત મહિલાઓના રાશ ગરબાએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. રામયાત્રાને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ પોલીસ દ્વારા તમામ રૂટો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

દાહોદ શહેરમાં આ વર્ષે સાતમી શ્રી રામયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ નીકળેલ ભગવાન શ્રી રામજીની ભવ્ય રામ યાત્રામાં આયોજન સમિતિ દ્વારા ધર્મ ધ્વજા સાથે યુવાઓ બેન્ડ, ડી.જે. ના તાલ પર ભસ્મ રમૈયા ગ્રુપ દ્વારા ભસ્મ નર્ત્ય સાથે સાધુ સંતો, સમાજના વડીલ આગેવાનો યાત્રા નુ પ્રતિનિધિત્વ કર્યુ હતું સાથે રામાયણમાં રામ ભગવાનાના જીવન ચરિત્રને સનાતન ધર્મના ચરિત્ર પર જીવંત કલાકર દ્વારા પ્રદર્ષિત કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મના દેવી દેવતાઓના મહિમાને આસ્થાને પ્રદર્ષિત કરતી વિવિધ ઝાંખીઓએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. તો સાથે સાથે મહિલાઓના રાશ ગરબાએ રામયાત્રામાં રમઝટ બોલાવી હતી. મર્યાદા પુરષોત્તમ ભગવાનશ્રી રામજીજના જન્મોત્સવ યાત્રામાં આશ્થાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. જેમાં રાજભોગ, પહેરવેશમાં ૧૨ ફુટ ઊંચાઈવાલા શ્રીનાથજીની ઝાંખીએ પણ આકર્ષણ જમાવ્યું હતું. ઉજ્જૈનના ભષ્મ રમીયા ગ્રુપના કલાકરો ઢોલ નગારાના તાલે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. કોટા રાજસ્થાનના કલાકરો દ્વારા ભારતીય સંસ્કૃતિના અનુરૂપ નૃત્યોની પ્રસ્તુતિ કરી હતી. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના ઢોલ ટીમે પોતાની પ્રસ્તુતિ આપી હતી. મહિલાઓના ભજન મંડળ પણ જાેડાયાં હતાં. આયોજન સમિતિના સદસ્યો દ્વારા સંપૂર્ણ શોભાયાત્રામાં ૨૫૦ જેટલા સ્વયંસેવકો સેવા આપી હતી. આ રામયાત્રા દાહોદ શહેરના વિવિધ માર્ગાે પર ફરી નિર્ધારિત સ્થળે પહોંચી હતી. આ રામયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે જ્યાં જ્યાંથી રામયાત્રા નીકળી ત્યાં દરેક સ્થળોએ ખાણી,પીણીના સ્ટોલો તેમજ ઠંડાપીણાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!