GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર સુહાસીની મંડળ દ્વારા સ્વામિનારાયણ મંદિરના 32 મા પાટોત્સવની શાનદાર ઉજવણી. નગરમાં નીકળી વિશાળ યાત્રા.

 

તારીખ ૧૧/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર મુકામે મોટી કાછિયા વાડ માં આવેલ સ્વામિનારાયણ મંદિરની ૩૨ માં પાટોત્સવની શાનદાર ઉજવણી સુહાસિનીમંડળ વેજલપુર દ્વારા કરવામાં આવી તેમજ સુહાસીની મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા . જેમાં તારીખ ૭ ના રોજ સાંસ્કૃતિક નાટક જેનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય સંત શ્રી શાસ્ત્રી શ્રી અક્ષર વિહારી સ્વામી તથા સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સંજયભાઈ કાછિયા પટેલ પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ અને સમાજના અગ્રણી કાછિયા પટેલ અશ્વિનભાઈ તેમજ ટ્રસ્ટીસીઓ જેમાં નારાયણભાઈ કાછિયા પટેલ કિરીટભાઈ કાછિયા પટેલ પીનાકીનભાઈ કાછિયા પટેલ તેમજ નાનાભાઈ કાછિયા પટેલ ના હસ્તે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ નાની બાલિકાઓ બાળકો તેમજ સુવાસીની મંડળની બહેનો દ્વારા યોજવામાં આવ્યા હતા જ્યારે તારીખ ૮ ના રોજ રાસ ગરબા અને ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો તેમજ તારીખ 9 ના રોજ મંદિરના પ્રતિષ્ઠા દિવસે સવારમાં પાંચ વાગ્યે પ્રભાત પહેરી સવારે આઠ વાગે મહાપૂજા ૧૧:૦૦ કલાકે વિવિધ સંતો દ્વારા આર્શીવચન તેમજ સાંજના ચાર કલાકે નગર યાત્રા આ નગરયાત્રા મોટી કાછિયાવાડમાં આવેલ સ્વામિનારાયણ મંદિરેથી નીકળી આખા ગામમાં સ્વામિનારાયણ ભગવાનનાનામની ધૂન અને સત્સંગનો મહિમા ના ગીતો ગાતી નીકળી હતી તેમજ સાંજના સાત કલાકે મહા આરતી અને સ્વામિનારાયણ ભગવાનના ગુણો ગાઈ સર્વ છુટા પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!