ખાભાળીયા સહિત જીલ્લાના નાગરીકોના આરોગ્ય રક્ષણ મામલે કોંગ્રેસ મેદાને

જામખંભાળીયાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિનિયર રીપોર્ટર હિતેન્દ્રભાઇ વ્યાસ જણાવે છે કે……
ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર હટાવો ચોખ્ખું પાણી આપવો…………… ના બેનરો સાથે જાહેરમાં સરઘસ કાઢી અને પાલિકા વહીવટદારને આવેદનપત્ર આપ્યું. પીવાના પાણી ખરાબ આવતું હોય પીવા યોગ્ય ન હોવાના આરોગ્યતંત્રના અભિપ્રાય ના સંદર્ભમાં આવેદનપત્ર રેલી કાઢી અગ્રણીઓ કોંગ્રેસના જોડાયા
દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં દૂષિત પાણી મામલે કોંગ્રેસ ‘આકરા પાણીએ’.જામ ખંભાળિયા સહિત 10 ગામોમાં પાણી પીવાલાયક ન હોવાનો આરોગ્ય વિભાગના ખુલાસા બાદ
કોંગ્રેસ દ્વારા જામ ખંભાળિયા શહેરમાં જનજાગૃતિ પત્રિકાનું કરાયું વિતરણ કરી પ્રાંત અધિકારી અને નગરપાલિકા વહીવટદારને લેખિતમાં રજૂઆત કરાઇ..
વિઓ – દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીવાના શુદ્ધ પાણીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. જામ ખંભાળિયા સહિતના 10 જેટલા ગામોમાં પાણી પીવાલાયક ન હોવાનો આરોગ્ય વિભાગના અહેવાલ આવતા કોંગ્રેસે તંત્રને આડે હાથ લીધું છે. આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ જ પત્ર પાઠવીને પાણીજન્ય રોગચાળો ફેલાવાની આશંકા વ્યક્ત કરી અને જવાબદાર કચરાના વડાને પત્ર પાઠવી પાણીમાં ક્લોરિનેશન કરવા સૂચના અપાઈ હતી, તંત્રની લાપરવાહી સામે આવતા કોંગ્રેસ મેદાને આવી છે.”
“કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની આગેવાનીમાં આજે જનજાગૃતિ પત્રિકાઓ વહેંચવામાં આવી હતી અને કોંગ્રેસે પ્રાંત અધિકારી અને નગરપાલિકા વહીવટદારને આવેદન આપી રજૂઆત કરી છે કે, લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ માંગ કરી છે કે જિલ્લાના નાગરિકોને તાત્કાલિક અસરથી શુદ્ધ અને સુરક્ષિત પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરાઇ હતી.







