AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટીનાં સરહદીય ગામડાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોનાં પાકોને જંગી નુક

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વાદળોએ ઘેરાવો ભરતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા,વઘઇ અને સુબિર પંથકના ગામડાઓમાં છેલ્લા પાંચેક દિવસથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે.ડાંગ જિલ્લાના ગામડાઓમાં વાદળછાયા વાતાવરણની સાથે ઠંડીનું જોર પણ વધતા શીતલહેર વ્યાપી જવા પામી હતી.આજરોજ ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારનાં ચીંચલી સહિત સરહદીય ગામડાઓમાં અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો.આ પંથકમાં કમોસમી વરસાદનાં પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ડાંગ જિલ્લાના ચીંચલી પંથકમાં કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોનાં શિયાળુ સહિત ફળ ફળાદી પાકોને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. સાપુતારા પંથકમાં વાદળછાયું વાતાવરણનાં પગલે પ્રવાસીઓ સહિત જનજીવનને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં કમોસમી વરસાદનાં પગલે એક જ દિવસે લોકોએ બે ઋતુઓનો અહેસાસ કરી અણગમો વ્યક્ત કર્યો હતો..

Back to top button
error: Content is protected !!