
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એક પોક્સો કેસમાં ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.કે.ગઢવીની ટીમે સંવેદનશીલ અભિગમ દાખવીને ભોગ બનનાર સગીર બાળકીની મદદ કરી છે.આ સગીરાને ગર્ભ રહી જતા હાલમાં તે 1 મહિનાનાં બાળકની માતા છે.ત્યારે ડાંગ પોલીસે નાના બાળકને કામમાં આવતી ચીજ વસ્તુઓ અને કપડાઓની કીટ આપી ભોગ બનનારની મદદ કરી છે.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના એક ગામની એક સગીરા (ઉ. વ.13)નાં લગ્ન 2021માં સોનાઈબેન ઉલેશભાઈ પવાર (રહે. દાવદહાડ તા.આહવા જી.ડાંગ ) અને રાધુબેન ઈશાનભાઈ બરડે (રહે. મોરઝીરા, તા.આહવા જી.ડાંગ )નાઓએ વિજય ઈશાનભાઇ બરડે (ઉ. વ.22 હાલ રહે.મોરઝીરા, તા.આહવા જી.ડાંગ ) સાથે કરાવ્યા હતા. અને સગીરા ગત તા.15/08/2024નાં રોજ માતા બનતા સગીરાની મોટી બહેને મહારાષ્ટ્રના પુનાના યવત પોલીસ મથકે સોનાઈબેન પવાર, રાધુ બેન બરડે ને વિજય બરડે વિરુદ્ધ ઝીરો નંબરથી ગુનો નોંધાવ્યો હતો.આ ગુનો ટ્રાન્સફર થઈને વઘઈ પોલીસ મથકે નોંધાયો હતો. વઘઈ પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.રાજપૂતે સત્યતા તપાસી ત્રણેય વિરુદ્ધ પોસ્કો અને બળાત્કાર હેઠળનો ગુનો દાખલ કર્યો હતો.ત્યારે આ ભોગ બનનાર સગીરાનું હાલ એક મહિનાનું બાળક છે.જેથી ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ ડાંગ પોલીસ વિભાગની ટીમે સંવેદનશીલ અભિગમ દાખવી નાના બાળક ને કામમાં આવતી ચીજવસ્તુઓ અને કપડાઓની કીટ આપી ઉમદા કામગીરી કરવામાં આવી હતી.અહી પી.આઇ.વી.કે.ગઢવી,એ.એસ.આઈ લાલજીભાઈ,પી.સી.
જયેશભાઈ, પીએસઆઈ એસ.બી.ટંડેલ, વુપોકો વનિતાબેન, વુ.પો.કો.સુપ્રિયા કુમારીની ટીમ ભોગ બનનાર દીકરીને મળી સંવેદના વ્યક્ત કરી તેમજ પ્રોજેક્ટ સંવેદના હેઠળ ભોગ બનનારને સરકાર તરફથી મળતી તમામ યોજનાઓનો લાભ મળે તેના માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષાની સાથે સાથે માનવતા અને ઉદારતાનો અભિગમ અપનાવતા સૌ કોઈએ તેઓની કામગીરીને બિરદાવી હતી..




