GUJARATJUNAGADH

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વોર્ડ નંબર ૧ થી ૧૫ માં પ્રિ મોન્સૂન કામગીરી અન્વયે ગટર મેઈન હોલની સફાઈ શરૂ કરવામાં આવી

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વોર્ડ નંબર ૧ થી ૧૫ માં પ્રિ મોન્સૂન કામગીરી અન્વયે ગટર મેઈન હોલની સફાઈ શરૂ કરવામાં આવી

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વોર્ડ નંબર ૧ થી ૧૫ માં પ્રિ મોન્સૂન કામગીરી અન્વયે ગટર મેઈન હોલની સફાઈ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ જેટલા મેઈન હોલ સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મેયર ધર્મેશભાઈ પોંશીયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કે.કટારા, સ્થાયી સમિતિના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, સેનીટેશન સમિતિના ચેરમેન પુંજાભાઈ એમ. સીસોદિયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અજય એસ.ઝાંપડા, જયેશભાઈ પી. વાજા આસીટન્ટ કમિશનર (ટેક્સ) અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ જી. ટોલિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ સેનીટેશન શાખા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી સતત આગળ ધપી રહી છે.ગત તારીખ ૦૧/૦૪/૨૦૨૫ થી ગટર સફાઈ કામગીરી અંતર્ગત શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૫ માં શરૂ કરવામાં આવેલ. જેમાં મેન્યુઅલી કર્મચારીઓ દ્વારા તેમજ ૩ જેટિંગ મશીન દ્વારા આ કામગીરી કરવામાં આવે છે. આજરોજ તારીખ ૧૫/૦૭/૨૦૨૫ સુધીમાં જેટિંગ મશીન દ્વારા કુલ ૩૪૭૧ ગટરની ચેમ્બર તેમજ મેન્યુલી ગટર સફાઈ ૬૭૮૮- આમ બંને મળીને કુલ ૧૦૨૫૯ મેઈન હોલ ગટરની ચેમ્બર સફાઈ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આવી જ રીતે આ સફાઈ કામગીરી ચાલુ રહેશે. જૂનાગઢની જનતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, ગંદકી ના ફેલાઈ અને કોઈપણ ફરિયાદ ન ઉઠે તે દિશામાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!