DAHODFATEPURAGUJARAT

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ફતેપુરા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉત્સાહભેર કરાઈ ઉજવણી

તા૧૫.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Fatepura:ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ફતેપુરા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉત્સાહભેર કરાઈ ઉજવણી

રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઇ વેકરીયાના અધ્યક્ષસ્થાને જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી રાષ્ટ્રીય નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઇ વેકરીયાના અધ્યક્ષસ્થાને ‘જનજાતીય ગૌરવ દિવસનીઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત દરેક નાગરિકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો આગ્રહ, એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.આ પ્રસંગે મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મ જયંતી નિમિત્તે આજે ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના તમામ વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાની જીવનની સંઘર્ષગાથાની યાદમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ભગવાન બિરસા મુંડાએ નાની ઉંમરમાં મોટા ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. તેમણે સમાજ સુધારક તરીકે આદિવાસી સમાજના લોકોને એકત્ર કરીને ધર્મ સંસ્કૃતિ અને સ્વાભિમાન વિશે જાગૃત કરી સમાજમાં ક્રાંતિકારી ચેતના ફેલાવી હતી. આદિવાસી લોકો સામે થઈ રહેલા અન્યાય સામે લડવા માટે અને પોતાના અધિકારોને સ્થાપિત કરવા માટે અંગ્રેજી સામે આંદોલન શરૂ કર્યું હતું. અને પોતાના સમાજના લોકોને ન્યાય આપવા માટે પોતાના પ્રાણીઓનું બલિદાન આપ્યું એટલે આજે આપણે ભગવાન બિરસા મુંડાને યાદ કરીએ છે અને તેમની સંઘર્ષ ગાથાને નમન કરીએ આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભોભોર ભગવાન બિરસા મુંડાના જીવનની સંઘર્ષગાથા વિશે વાત કરતા કહ્યું કે, ભગવાન બિરસા મુંડા અંગ્રેજોના સમયમાં એક એવા ક્રાંતિકારી લડવૈયા હતા કે, તેઓએ નાની ઉંમરમાં અંગ્રેજ હકુમતની સામે આદિવાસીઓના અધિકાર માટે લડત ચલાવી હતી. આદિવાસી સમાજના લોકોને ન્યાય આપવા માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર ભગવાન બિરસા મુંડાને હું આજે સત સત નમન છું. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતમાં અંગ્રેજોની ગુલામી સામે ગુરુ ગોવિંદ મહારાજના નેતૃત્વમાં આદિવાસી સમાજના લડાયકો અંગ્રેજોની સામે લડ્યા અને લડતા લડત શહીદ થયા તેમની યાદમાં માનગઢ ધામ ખાતે સ્મારક બનાવવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ કર્યું છે. આદિવાસીઓની ઓળખ તેમની સંસ્કૃતિ તેમની જીવનશૈલી સચવાઈ રહે તે માટે દેશભરમાં ટ્રાયબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે. સાથે કહ્યું કે, તમામ લોકોનો સર્વાંગી વિકાસ તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી છેવડાના અંતરિયાળ ગામડાઓ સુધી આવાસ, વીજળી, આરોગ્ય, શિક્ષણ સહિતનો લાભ મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આદિ આદર્શ ઉત્કર્ષ ગ્રામ ગામ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, આયુષ્યમાન કાર્ડ યોજના, સહિતની યોજનાઓનો લાખો લોકોને લાભ મળ્યો છે. સાથે તેમણે ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત દેશના તમામ લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવી દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સહયોગ આપવા દેશના નાગરિકોને આહવાન કર્યું હતું.આ કાર્યક્રમમાં ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, ફતેપુરા એપીએમસીના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, સંજેલી અને ફતેપુરા તાલુકાના તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યઓ, પ્રમુખઓ, આગેવાનો વડીલો સરપંચઓ, દાહોદ જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!