BANASKANTHAGUJARATPALANPUR
એન.પી.પટેલ આર્ટસ ર્કૉલેજના NSS વિભાગ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું
28 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટૅસ કૉલેજના NSS એન.એસ.એસ વિભાગ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફળફળાદીનાં વિતરણમાં NSSના સ્વયંસેવકો, પ્રોગ્રામ ઓફિસર અને કૉલેજના આચાર્યાએ હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર પ્રા.એકતાબેન ચૌધરી અને પ્રા.કાર્તિક મકવાણાએ કૉલેજના આચાર્યા શ્રી ડૉ. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સફળપૂર્વક કર્યું હતું.





