સંતરામપુર તાલુકાના નટવા ગામે મોનેટરિંગ સેલ ની ટીમ દ્વારા 97,000 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો .
સંતરામપુર તાલુકાના નટવા ગામ પાસેથી સ્ટેટ મોનિટરીંગ સેલ
ની ટીમે ગાડી આંતરીને રુપિયા.97.000.નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડયો છે.
અમીન કોઠારી મહીસાગર…
સંતરામપુર તાલુકાના નટવા ગામેથી મારુતિ સુઝુકી વેગનાર ગાડી માં રાજસ્થાન આનંદપુરી થી સંતરામપુર તરફ લઈ જવાતો હોવાનું જાણવા મળેલ જેથી મહીસાગર જિલ્લા એલસીબી પીઆઇ ખાંટ ને પો.સ.ઈ.નેતેમનીટીમદવરા નટવા ગામે આવેલ નગરપાલિકા સોલીડવેસટ મેનેજમેન્ટ પ્લાન્ટ પાસે વોચ ગોઠવીને ઉભા રહેલ તેવામાં મળેલી બાતમી વાળી ગાડી આવતાં તેને રોકી ઉભી રખાવતા ગાડી ચાલકની બાજુમા બેઠેલ ઈસમપોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો.
જયારે ગાડીચાલક મહેશભાઈ કાનજી વેચાત રજાત રહે.બટકવાડાનાને સ્થળ પર થી દબોચી લીધેલ.
ને વેગનઆર કાર નં.જીજે.06.PB.6187 માં તપાસ કરતા ગાડી માંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૃનો જથ્થો નાની મોટી બોટલો તથા બીયરના ટીન મલી કુલ નંગ.સાતસોબાણુ કિંમત રૂપિયા 97,632.નોજથથો વગરપાસપરમીટે વહન કરી લ ઈ જતો ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
આ બનાવમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દારૂ કિંમત રૂપિયા 97632 તથા વેગનઆર કાર અંદાજીત કિંમત રૂપિયા ચાર લાખ તથા મોબાઇલ નંગ.એક કિંમત રૂપિયા પાંચ હજાર મલી કુલ મુદ્દામાલ રુપિયા 5.02,632.નોકબજે કરેલ છે.
આ બનાવમાં સ્ટેટ મોનિટરીંગ સેલના એએસ આઈ ધીરેન વિજયકુમાર એ સંતરામપુર પોલીસ મથકે ફરીયાદ આપતાં પોલીસે આ ગુનામાં ગાડી ચાલક મહેશ કાનજીભાઈ વેચાત રજાત રહે.બટકવાડા તથા રમેશભાઈ દુબળા પારગી રહે.સીમલીયા.ને અલ્પેશ ભરતલાલ કલાલ રહે.સંતરામપુર.તથા રાજસ્થાન આનંદપુરી જઈ.વાસવાડા માં આવેલ ઓમ બનના વાઈન ગ્રુપ નાં ઠેકેદાર વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી ને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
મહીસાગર જિલ્લા નાં લુણાવાડા ખાતે તાજેતરમાં જીલ્લા એલસીબી પોલીસે ને મળેલ બાતમીના આધારે લુણાવાડા ટાઉન પોલીસ હદ વિસ્તારમાં બસસ્ટેશન પાસે વોચ માં એલસીબી પોલીસે ની ટીમ ઉભી રહેલ ને બાતમી વાળી ગાડી ઓ આવતાં રોડ પર આડશો મૂકી ને ગાડી ઓ રોકી ને ગાડી ફોડૅ ફીગો ને સ્વીફ્ટ ડીઝાયર માં તપાસ કરતા વગરપાસપરમીટ નો દારૂ નો જથ્થો નાની મોટી બોટલો અને ટીન બીયર નાં મલી કુલ નંગ. 3147 કુલ કિંમત રૂપિયા 5,20,155.નોદારૂ નો જથ્થો તથા બે ગાડીઓ જેની કુલ કિંમત રૂપિયા નવ લાખ તથા મોબાઇલ ને રોકડ રકમ મળી કુલ રૂ પિયા 14.30,665.નો મુદ્દામાલ કબજે કરી ને કાયદેસરની કાર્યવાહી કરીને આ ગુનામાં પ્રવિણ સુંદરલાલ પટેલ રહે.ભવરાસીયા.જી.ઉદેપુર તથા લલીતસીહ દેવીસીહ કિતાવત રહે.પીપરોલી.જી.ઉદેપુર ના ઓ વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી ની અટક કરી ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આમ મહીસાગર જિલ્લામાં સંતરામપુર લુણાવાડા ને બાલાસિનોર નગરપાલિકા ઓની ચુંટણી થનાર હોઈ આ ચુંટણીમાં રાજકીય ગરમાવો હોઈ તેથી બુટલેગરો દારૂ ની હેરાફેરી માં સક્રિય બનેલ જોવાં મળે છે.
મહીસાગર જિલ્લા તંત્ર ને જીલ્લા પોલીસ દ્વારા દારૂ ની હેરાફેરી અટકાવવા માટે સખ્તાઇથી કાયૅવાહી કરે તે જરૂરી છે.