GUJARATSINORVADODARA

હોળી–દૂધેટી પર્વને લઈ વડોદરા જિલ્લા કલેકટર શ્રી દ્વારા નદીમાં નહાવા પર મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ


ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લા કલેકટર શ્રી ના જાહેરનામા મુજબ શિનોર તાલુકો હેઠળના દિવેર, માલસર, માંડવા અને બરકાલ સહિત નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ નિર્ણય ખાસ કરીને હોળી–દૂધેટી દરમ્યાન મોટી સંખ્યામાં લોકો નદી કિનારે એકત્ર થતા હોવાથી સુરક્ષા અને જાનહાનિ અટકાવવા માટે લેવામાં આવ્યો છે. નદીમાં પાણીનો પ્રવાહ, ઊંડાણ ના કારણે લોકો ડૂબી જવાની સંભાવના હોવાના કારણે વડોદરા જિલ્લા કલેકટર શ્રી દ્વારા આ પ્રતિબંધ અમલમાં મુકાયો છે.
શિનોર પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેરનામાનું પાલન કરી પોતાનો અને અન્યનો જીવ સુરક્ષિત રાખે.
જો કોઈપણ વ્યક્તિ જાહેર નામાનો ભંગ કરે તો એની સામે કડક પગલા લેવાના આવશે.

Back to top button
error: Content is protected !!