અરવલ્લી
અહેવાલ :- હિતેન્દ્ર પટેલ
ઇસરી : દિવાળી પર્વે નિમિત્તે ઇસરી પોલીસ સ્ટેશનનો માનવતાભર્યો ઉપક્રમ, બાળકોને ને મીઠાઈ તેમજ ફટાકડાનું વિતરણ કરાયું
દિવાળી પર્વના અવસર પર અરવલ્લી જિલ્લાના ઇસરી પોલીસ સ્ટેશન હેઠળ આવતા ઇંટવા ગામે જરૂરિયાતમંદ શ્રમિક વર્ગના પરિવારો માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી.પોલીસ સ્ટેશન ના પી આઈ તેમજ પી એસ આઈ અને સ્ટાફ દ્વારા ગામના શ્રમિક પરિવારોના બાળકો દિવાળીનો તહેવાર આનંદપૂર્વક ઉજવી શકે તે માટે ભેટરૂપે ફટાકડા અને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું. સાથે જ તમામ પરિવારોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.આ પ્રસંગે બાળકોના ચહેરા પર ખુશીના ઝળહળાટ જોવા મળ્યા હતા. પોલીસ તંત્રના આ માનવતાભર્યા કાર્યની ગ્રામજનો તથા સ્થાનિક લોકોએ પ્રશંસા વ્યક્ત કરી હતી.