MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ઘરફોડ ચોરી કરનાર ચીખલીગર ગેંગનો એક આરોપી ઝડપાયો

MORBI:મોરબીમાં ઘરફોડ ચોરી કરનાર ચીખલીગર ગેંગનો એક આરોપી ઝડપાયો

 

 

મોરબીમાં ઇન્દીરાનગર અને વિસીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ચોરી કરનાર ચીખલીગર ગેંગના એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લઈને ચોરી થયેલ ચાંદીના સાંકળા અને બાઈક કબજે લઈને વધુ તપાસ ચલાવી છે

 

Oplus_131072

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા ઇન્દિરાનગર અને વિસીપરા વિસ્તારમાં થયેલ ચોરીના ગુનાના ભેદ ઉકેલવા વિવિધ સ્થળના આશરે ૨૦૦ જેટલી જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરી તેમજ હુમન શોર્સ મારફત બાતમી મેળવી હતી કે ચોરીના ગુનામાં સંડોવાયેલ ચીખલીગર ગેંગનો એક માણસ નંબર પ્લેટ વગરના બાઈકમાં ચોરીઓ કરવાના ઈરાદે રેકી કરવા આવનાર છે જે જામનગરથી પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ થઈને મોરબી શહેરમાં આવે તે પૂર્વે જ નવલખી ફાટક પાસે વોચ ગોઠવી બી ડીવીઝન પોલીસે આરોપી સોનુસિંહ શેરસિંહ રણજીતસિંહ ખીરચી (ઉ.વ.૧૯) રહે યોગેશ્વરધામ ખોડીયાર કોલોની જામનગર વાળાને ઝડપી લીધો હતો ઝડપાયેલ આરોપી પાસેથી પોલીસે ચાંદીના સાંકળા નંગ ૦૮ કીમત રૂ ૨૧,૦૯૨ અને ચોરીના ગુનામાં વપરાયેલ બાઈક કીમત રૂ ૩૫ હજારનો મુદામાલ કબજે લીધો છે આરોપીને ઝડપી લઈને મોરબી પોલીસે બી ડીવીઝનમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે આરોપીઓ ભૂંડ પકડવાનો ધંધો કરતા હોય જેથી અલગ અલગ વિસ્તારમાં ભૂંડ પકડવા જતી વેળાએ રેકી કરી રાત્રીના સમયે તાળા મારેલ મકાનમાં ચોરી કરવાની એમ.ઓ. ધરાવતા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે આ કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ એન એ વસાવા, પીએસઆઈ એન ઓ અબડા, જગદીશભાઈ ડાંગર, ભરતભાઈ ખાંભરા, રાજેશભાઈ ડાંગર, વિજયભાઈ ચાવડા, પ્રદીપસિંહ ઝાલા, બ્રિજેશભાઈ બોરીચા, અજયસિંહ રાણા, રમેશભાઈ રાઠોડ, દશરથસિંહ મસાણી, સંજયભાઈ લકુમ, સુખદેવભાઈ ગઢવી અને પ્રીયંકાબેન પૈજા સહિતની ટીમ જોડાયેલ હતી

Back to top button
error: Content is protected !!