GUJARATIDARSABARKANTHA

*સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘શહીદ દિન’ નિમિત્તે શહીદ વીરોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*

*સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘શહીદ દિન’ નિમિત્તે શહીદ વીરોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*
**
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની આઝાદી અને માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપનાર અમર શહીદ વીરોની પુણ્યસ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશ અને રાજ્યની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ ‘શહીદ દિન’ની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે સવારે ૧૧:૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળી રાષ્ટ્રના વીર સપૂતોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમગ્ર દેશ શહીદ દિવસના પાવન અવસરે પૂજ્ય મહાત્મા ગાંધીજીના બલિદાનને સ્મરણ કરવાની સાથે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ સહિતના અસંખ્ય દેશભક્તોના ત્યાગને યાદ કરીને રાષ્ટ્રની એકતાનો સંદેશ આપી રહ્યો છે.

જિલ્લા કલેક્ટર કચેરીના હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ તથા નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા સહિત વહિવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

આ અવસરે યુવાનોને શહીદોના આદર્શોને અનુસરીને સત્ય, અહિંસા અને દેશસેવાની ભાવના સાથે આગળ વધવા અપીલ કરવામાં આવી હતી. વહીવટી તંત્રના તમામ સભ્યોએ શહીદોના સપનાનું ભારત બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!