સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર પ્રાથમિક શિક્ષણ પરિવાર દ્વારા પ્રાર્થના સંધ્યા કાર્યક્રમ યોજાયો.
પ્રાર્થના સંધ્યા કાર્યક્રમ અને વાર્તાકથન પ્રોજેક્ટમાં જોડાયેલાં ૫૦ જેટલાં શિક્ષકોને સન્માનપત્ર અર્પણ કરાયા

તા.01/12/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પ્રાર્થના સંધ્યા કાર્યક્રમ અને વાર્તાકથન પ્રોજેક્ટમાં જોડાયેલાં ૫૦ જેટલાં શિક્ષકોને સન્માનપત્ર અર્પણ કરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર પ્રાથમિક શિક્ષણ પરિવાર દ્વારા પ્રાર્થના સંધ્યા કાર્યક્રમ સી. યુ. શાહ મેડીકલ હોલ, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો આ પ્રાર્થના સંધ્યા કાર્યક્રમમાં કલા સંગીત શિક્ષક ગૃપ અને ધો.૬ થી ૮ ના પસંદિત વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ગવાતી પ્રાર્થનાઓ લાઈવ ગાઈને ઓડીયો વિડીયો આલ્બમ તૈયાર કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓમાં વાર્તાકથનનું ભાવજગત વિકસે અને મૂલ્યલક્ષી શિક્ષણ મેળવે તેવાં શુભ આશયથી શરૂ કરવામાં આવેલ વાર્તાકથન પ્રોજેકટ અંતર્ગત જોડાયેલા જિલ્લાની પ્રાથમિક શાળાના ૫૦ જેટલાં શ્રેષ્ઠ વાર્તાકાર શિક્ષકશ્રી પૈકી ૦૩ શિક્ષકો દ્વારા લાઈવ વાર્તાઓ પણ રજૂ કરવામાં આવી હતી આ તકે પ્રાર્થના સંધ્યા કાર્યક્રમમાં જોડાયેલા ૧૩ શિક્ષકો, ૧૧ વિદ્યાર્થીઓ અને વાર્તાકથન પ્રોજેકટમાં જોડાયેલાં ૫૦ શિક્ષકોને તેઓની સેવા- સમર્પણની કામગીરી બદલ સન્માનપત્ર અર્પણ કરી મહાનુભાવોનાં હસ્તે બિરદાવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળાઓના પ્રાથમિક શિક્ષકોનું શિક્ષક કલા સંગીત ગૃપ વિદ્યાર્થીઓના વિકાસ માટે સુંદર કામગીરી કરી રહ્યું છે જિલ્લામાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓમાં પ્રાર્થનાઓ ગાવાની લયબધ્ધતા આવે અને વિદ્યાર્થીઓ પ્રાર્થનાઓનું મહત્ત્વ સમજે અને પ્રાર્થનાઓ ગાવાની સ્કીલ ડેવલપ કરે તેવાં શુભ આશય સાથે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાઓમાં ગવાતી પ્રાર્થનાઓની પ્રાર્થનાપોથી તૈયાર કરવામાં આવી છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમગ્ર પ્રાથમિક શિક્ષણ પરિવાર, સુરેન્દ્રનગરની ટીમ તેમજ બી.આર.સી કો-ઓર્ડિનેટર, વઢવાણ નરેશભાઈ બદ્રેશિયા અને તેમની ટીમ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ એમ. તન્ના, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્પાબેન ડી. પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર પ્રાચાર્ય ડૉ. સી. ટી. ટુંડીયા, તમામ સંઘના પ્રમુખ મહામંત્રી, તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી, આર. સી. કો-ઓર્ડિનેટર, કેળવણી નિરીક્ષક, સી.આર.સી. કો-ઓર્ડિનેટર, જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાના ૧૦૦ આચાર્ય, ૨૦૦ શિક્ષક તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.




