GUJARATMEHSANAVADNAGAR

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિન નિમિત્તે આઇ ચેક અપ કેમ્પમાં 1080 લાભાર્થીઓ લાભ લીધો હતો.

નેત્રાલયના ડૉ.ક્રિષ્નાપ્રસાદ કુડલું એ વડનગર સિવિલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 મા જન્મદિન નિમિત્તે જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વડનગર ખાતે કર્ણાટકના પ્રસાદ નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો.

વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે આઇ ચેક અપ કેમ્પમાં 1080 લાભાર્થીઓ લાભ લીધો હતો. તેમજ લાભાર્થી ને ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા . દર્દીઓના મોતિયા નું નિદાન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ તકે ગુજરાતના બાળકોને પણ આંખોની તપાસ વિનામૂલ્ય કરવામાં આવશે તેવી જાહેરાત પણ પ્રસાદ નેત્રાલયના ડૉક્ટર દ્વારા કરવામાં આવી કર્ણાટક અને મુંબઈની સંસ્થાઓએ પણ આરોગ્ય અંગેની વિવિધ સેવાઓ આપી હતી.

આ નેત્રાલયના ડૉ.ક્રિષ્નાપ્રસાદ કુડલું એ વડનગરના અને દેશના પનોતા પુત્ર વડાપ્રધાન યશોગાથા અને કામગીરીને રજૂ કરતા વડાપ્રધાન ના આદર માટે કરાતી સંસ્થાની આરોગ્ય સેવાઓ સંદર્ભે વિગતો પૂરી પાડી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સોમાભાઈ મોદી, ધારાસભ્ય કે.કે.પટેલ, વડનગર હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ .હર્ષિદ પટેલ, અને મેડિકલ કોલેજના ડીન ડો.સુનિલ ઓઝા, તેમજ તબીબો વિદ્યાર્થીઓ અને વડનગરના પદાધિકારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!