GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં તા.4/5/2025 ના રોજ NEET ની પરિક્ષા યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૦૧: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી,ન્યુ દિલ્હી  દ્વારા આગામી તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ NEET ની જાહેર પરીક્ષા યોજાનાર છે. જે અન્વ્યે નવસારી  જિલ્લામાં કુલ 8 પરીક્ષા કેન્દ્રોમાં કુલ 106 બ્લોકમા 2544 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા સંદર્ભે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.DGVCL,પોલીસ વિભાગ,આરોગ્ય વિભાગ,એસ.ટી.ડેપો વિભાગ અને શિક્ષણ વિભાગને પણ પરીક્ષા સંદર્ભે જરૂરી સૂચના આપવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબસર્વરની નિમણૂક તથા સમગ્ર પરીક્ષાનું સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને સિટી કો – ઓર્ડીનેટર દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!