BHARUCHGUJARATNETRANG

નેત્રંગ નગરમા આજે રામનવમી નિમિતે રામજન્મોઉત્સહ બાદ નગરમા રામજી મંદિર થી શોભાયાત્રા નિકળશે.

 

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

તા.૨૫/૦૩/૨૦૨૬

નેત્રંગ નગર સહિત પંથક ભરમાં ચૈત્ર નવરાત્રીની ભકિતમય માહોલમાં ભાવિક ભકતજનો માતાજીની આરાધના કરી રહ્યા છે.ગામે ગામ માતાજીની પુજા અર્ચનાની સાથે સાથે શેરી ગરબા પણ થઈ રહ્યા છે.
નેત્રંગ નગરમા ગાંધીબજાર ખાતે આવેલ અંબાજી મંદિરે,શિકોતર માતાજીના મંદિરે,કંબોડીયા ખાતે આવેલ વૈષ્ણવ દેવી માતાના મંદિરે,ટીંમરોલીયા ખાતે આવેલ દશા માં ના મંદિરે તેમજ પૌરાણિક અને ઐતિહાસિક કડીયાડુંગર ખાતે આવેલ મંછા માતાજી ના મંદિરે ભાવિકભકતજનો દશઁન માટે ઉમટી રહ્યા છે.
નગરમા ગાંધીબજાર અમરાવતી નદી કિનારે આવેલ શિકોતર માતાજીના મંદિરે તા ૨૬ ને ગુરૂવાર ચૈત્ર સુદ આઠના રોજ સાંજના ચાર કલાકે હોમહવન માતાજીનો થશે ત્યાર બાદ છ કલાકે મહાપ્રસાદ નુ આયોજન કરવામા આવ્યુ છે.

શ્રી માંઈ મંડળ ગાંધીબજાર થકી તા.૨૭ ને શુક્રવાર ચૈત્ર સુદ નોમ ના રોજ વિશ્ર્વ શાંતિ અને માનવ કલ્યાણ અર્થે નવચંડી મહાયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે.
નગરમા જીનબજાર વિસ્તારમા આવેલ શ્રી કંકેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી નેત્રંગ યુવા સંગઠન થકી રામજી મંદિર ખાતે તા.૨૬ ને ગુરૂવાર ચૈત્ર સુદ નોમના દિવસે રામલલ્લા ના જન્મોત્સવ નિમિતે રામજી મંદિર ખાતે રામધૂન ભજનકિઁતન અને સંતસગ બાદ બપોરે ૧૨ કલાકે રામલલ્લા જન્મ ની ઉજવણી, મહા આરતી થયા બાદ રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા રામજી મંદિર થી બપોરના બે કલાકે જીનબજાર થી રામધૂન સાથે નિકળશે જે ગાંધીબજાર જલારામ ફળીયા થઈ ને જલારામ મંદિર થઇને જવાહરબજાર,ચાર રસ્તા,જીનબજાર થઈ ને પરત રામજી મંદિરે આવશે ત્યાર મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.રામલલ્લાના જન્મોત્સવ ને લઇ નગર સહિત પંથક ના ગામે ગામ ભાવિક ભકતજનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

Back to top button
error: Content is protected !!