
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ઐતિહાસિક વિજયની ખેરગામ તાલુકા ભાજપ દ્વારા દશેરા ટેકરી મહાત્મા ગાંધી સર્કલ ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી.શનિવારે સાંજે ભાજપ પ્રમુખ લિતેશ ગાવીતની આગેવાનીમાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દશેરા ટેકરી ઉપર ભેગા થયા હતા,જેમાં સંગઠનના મહામંત્રી શૈલેષભાઇ ટેલરે જણાવ્યું હતું કે દિલ્હીનો વિજય મોદી અને ભાજપ સરકારની જન કલ્યાણકારી યોજનાઓનું પરિણામ છે જે ઐતિહાસિક જીતને ખેરગામ તાલુકા ભાજપે વધાવી તેનો ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો.આ પ્રસંગે ભાજપ અગ્રણી પ્રશાંતભાઈ પટેલ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી,અરવિંદભાઈ ચૌહાણ સહિત અનેક ગામના સરપંચો,હોદ્દેદારો,કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


