GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

સરદાર પટેલ @૧૫૦મી જન્મ જયંતી નિમિતે આજે નવસારી જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાશે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં આયોજિત સરદાર@૧૫૦ યુનિટી માર્ચ  અંતર્ગત નવસારી જિલ્લામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા.૧૬ નવેમ્બર, રવિવારના રોજ સવારે ૦૮.૩૦ વાગ્યે નવસારી જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાશે. આ યાત્રાનો પ્રારંભ નવસારી શહેરના ફુવારાથી થશે અને સમાપન બીઆરફાર્મ ખાતે થશે. આ પદયાત્રામાં જળશક્તિ મંત્રાલય ભારત સરકાર શ્રી સી.આર. પાટીલ, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ યુનિટી માર્ચમાં શાળાના વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાય અને સરદાર સાહેબના જીવનમૂલ્યો—રાષ્ટ્ર ભક્તિ, અખંડ ભારતની દષ્ટિ અને એકતાના સંદેશ—દરેક સુધી પહોંચાડે તે માટે નવસારી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!