સોમનાથ સ્વાભાવિમાન પર્વ નિમિત્તે ધારાસભ્ય કેશાજી ચૌહાણ એ બિલેશ્વર મહાદેવ મંદિર મા ભવ્ય મહા આરતી કરી

નારણ ગોહિલ લાખણી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ભારતની અતુટ આસ્થા અને શૌર્ય ના 1000 વર્ષનો ઉત્સવ સોમનાથ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવાઈ રહ્યો છે જેના ભાગરૂપે ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી લાખણી મંડલ દ્વારા મોટા કાપરા ગામ ખાતે આવેલ પ્રાચીન બિલેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર ધાર્મિક પ્રસંગે લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મહા આરતી યોજાઈ હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ હાજરી આપી ભગવાન મહાદેવના દર્શન કરી ધર્મલાભ લીધો હતો. સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ધાર્મિક આયોજન દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વની ભાવનાને વધુ પ્રબળ બનાવવામાં આવી હતી અને સાંસ્કૃતિક તથા ધાર્મિક મૂલ્યોના સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.




