ભગવાન બિરસામુંડાજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે પંચમહાલના જાંબુઘોડા વિસ્તારમાં નવીન સુવિધા ઉપલ્બ્ધ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૧૧.૨૦૨૫
આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને જન-નાયક ભગવાન બિરસામુંડાજીની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં કુલ ૭ નવીન બસોને લીલી ઝંડી આપીને જનતાની સેવામાં સમર્પિત કરવામાં આવી છે. આ નવતર પ્રયોગથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને સુવિધાયુક્ત અને ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે, જે ભગવાન બિરસામુંડાજીના જનસેવાના આદર્શોને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે.આ ૭ નવીન બસોના લોકાર્પણના શુભ પ્રસંગે જાંબુઘોડા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અનવ્યે પંચમહાલ જિલ્લા ભાજપ મયંકભાઈ દેસાઈના વરદ હસ્તે આ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. મહાનુભાવો સહિતના પદાધિકારી-અધિકારીઓ તથા ઉપસ્થિતોએ બસમાં યાત્રા પ્રારંભી હતી. નોંધનીય છે કે આ નવીન બસો આદિવાસી વિસ્તાર અને જિલ્લા માટે માત્ર વાહન વ્યવહાર નહીં, પરંતુ પ્રગતિ અને વિકાસનું માધ્યમ બનશે.આ નવીન બસોના શરૂ થવાથી પંચમહાલ જિલ્લાના આદિજાતી વિસ્તારોના મુસાફરોને અત્યંત રાહત મળશે. શિક્ષણ, આરોગ્ય અને રોજગાર અર્થે શહેરી વિસ્તારોમાં આવ-જા કરતા લોકોને સમય અને ખર્ચની બચત થશે, અને તેમની યાત્રા વધુ આરામદાયક બનશે. રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહન સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ ૭ બસો શરૂ કરવામાં આવી છે.આ વેળાએ જાંબુઘોડા તાલુકા પંચાયત પ્રમુખ, અગ્રણી સર્વ રણજીતભાઈ, વિક્રમભાઈ સહિત વિસ્તારના આગેવાનો અને નાગરિકો હાજર રહ્યા હતા.








