હાલોલ:લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે હાલોલ પોલીસ દ્વારા પરેડ યોજી ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૧૦.૨૦૨૫
આજે ભારત દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી હતી ત્યારે હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ ધ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાલોલ ટાઉન પીઆઈ આર.એ.જાડેજા અને હાલોલ રૂલર પીઆઈ કે.એ.ચૌધરીની ઉપસ્થિતિમાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 ની જન્મ જયંતી નિમિત્તે એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા પરેડ નગરમાં યોજાઇ હતી જે નગરના મુખ્ય માર્ગો થઈ હાલોલ બસ્ટેન્ડ ચોકી પહોંચી પરેડનું સમાપન કરવામાં આવ્યુ હતુ.એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પ સાથે હાલોલ પોલીસ સ્ટાફ હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ, નગર પાલિકાના ચૂંટાયેલા સભ્યો તથા પાર્ટીના અગ્રણીઓ અને હાલોલ નગરજનો પરેડમાં જોડાયા હતા અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી.




 
				







