
સાકાર બ્રહ્મવાદ નિર્ગુણ પુષ્ટિ ભક્તિમાર્ગના પ્રવર્તક શ્રી વિઠલનાથજી શ્રી ગુંસાઈજી નાં 510 માં પ્રાગટ્ય દિવસે શ્રી ઉત્તસવ રાયજી મહારાજની અધ્યક્ષતા માં ઉજવવામાં આવેલ આ ઉત્સવ આંબાવાડી માં આવેલ પટેલ સમાજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ઉત્સવરાયજી મહારાજ અને તેઓના લાલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમની સાથે કોમર્સ ઓફ ચેમ્બરનાં પ્રમુખ ડાયાભાઇ વેકરીયા, પાર્થ વિઠલાણી, હિતેશ વડાળીયા વગેરે જોડાયા હતાં આ કેમ્પમાં જૂનાગઢ સરકારી હોસ્પિટલનાં સહકાર થી નામાંકીત ડોક્ટરો દ્વારા નિદાન કરી નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી આ સર્વ રોગ નિદાન કેમ્પ માં આયુર્વેદિક ડોક્ટર્સ તથા હોમીયોપેથીક ડોક્ટર્સ નિલેશ ભાદરકા, ડો સચિન દલાલ, ડો રિંકલ સુરાણી, ડો ભૂમિ વણપરિયા વગેરેએ સેવાઓ આપી હતી લગભગ 800 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો દરેકને તપાસી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવેલ હતી આ ઉપરાંત અલગ અલગ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જનાના વિભાગમાં શબ્દાક્ષર નો કાર્યક્રમ બહેનો માટે રાખવામાં આવેલ,શ્રીનામરત્નાખ્યામ સ્રોત 21પાઠ,વિઠલેશ યુવા પરિષદના યુવાનો દ્વારા પ્રશગોસ્ઠિ તથા બાળકો દ્વારા નાટક, પ્રભાત ફેરી, તિલક દર્શન તથા નાટક રાખવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા સી એ ધવલ કક્કડ દ્વારા કરવામાં આવેલ હતું
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





