ઇડર કોલેજના પ્રમુખ : બાળ ગોપાલ બચત બેંકના સંસ્થાપક અશ્વિન પટેલ.
ઇડર કોલેજના પ્રમુખ : બાળ ગોપાલ બચત બેંકના સંસ્થાપક અશ્વિન પટેલ.
તાજેતરમાં ઇડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કારોબારી સભ્યો માં 28 જેટલા સભાસદ સભ્યોએ કારોબારી સમિતિ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી 368 સભાસદો એ 21 કારોબારી સભ્યોની પસંદગી માટે બેલેટ પેપર થકી પોતાનો મતનો ઉપયોગ કર્યો હતો. કોલેજમાં કુલ 368 સભાસદો માંથી 291 કારોબારી સભ્યો માટે મતદાન કર્યું હતું જેમાં 28 ઉમેદવારો વચ્ચે યોજાયેલી કારોબારી સમિતિની ચૂંટણીમાં 21 ઉમેદવારો વિજયી બન્યા હતા જ્યારે સોમવારના રોજ પ્રથમ કારોબારી સમિતિની સામાન્ય સભામાં પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પટેલની સર્વનું મત એ પસંદગી કરવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી સહિતના હોદ્દાઓ પર આવનાર પાંચ વર્ષ માટે કારોબારી સમિતિમાંથી સભ્યોની પસંદગી કરવામાં આવી હતી જ્યારે આવનાર પાંચ વર્ષ માટે ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બાલ ગોપાલ બચત બેંક ના સંસ્થાપક અશ્વિનભાઈ પટેલને પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવતા સમગ્ર ઈડર શહેર સહિત જિલ્લામાં ખુશી વ્યાપી છે જ્યારે અશ્વિનભાઈ પટેલને પ્રમુખ પદ તરીકેની જવાબદારી મળતા રાજકીય આગેવાનો સહિત સામાજિક આગેવાનો દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે
અહેવાલ:- પ્રતિક ભોઈ