GUJARATMEHSANAVADNAGAR

શિક્ષણમંત્રી ડૉ કુબેરભાઈ ડીંડોરે વડનગર શાળા નંબર-૧ ની મુલાકાત લઇ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

વડનગર શાળા નંબર -૧ ની મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર

શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે વડનગર ખાતે આવેલી પ્રેરણા સંકુલની મુલાકાત લીધી હતી. તેમજ આ મુલાકાત દરમિયાન તેમણે પ્રેરણા સ્કૂલમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી. તેમણે પ્રેરણા સંકુલના તાલીમાર્થીઓની સાથે પણ વાતચીત કરી હતી. ત્યારબાદ શિક્ષણમંત્રીએ વડનગર શાળા નંબર -૧ ની મુલાકાત પણ લીધી હતી. ત્યાં તેમણે શિક્ષકો અને બાળકો સાથે વાતચીત કરીને તેઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શાળાની વિવિધ સુવિધાઓ અને અભ્યાસ બાબતે પણ જાણકારી મેળવી હતી.
મંત્રીશ્રીની આ મુલાકાતમાં સામાજિક અગ્રણી શ્રી સોમાભાઈ મોદી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉ. શરદભાઈ ત્રિવેદી અને પ્રેરણા સંકુલના સંચાલક સહિત શિક્ષકો , સ્થાનિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!