GUJARATJUNAGADHKESHOD

જૂનાગઢ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ‘આપણું શૌચાલય: આપણું સન્માન’ અભિયાનની શરૂઆત કરાઈ

જૂનાગઢ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે 'આપણું શૌચાલય: આપણું સન્માન' અભિયાનની શરૂઆત કરાઈ

 

જૂનાગઢ તા.૨૧ સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ ૨ના સુચારું અમલીકરણ માટે જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન ની બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ ભારત સરકારના જનશક્તિ મંત્રાલય દ્વારા તા.૧૯મી નવેમ્બર ૨૦૨૪ના રોજ વિશ્વ સૌચાલય દિવસ નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વ્યાપક બનાવવા જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારું અમલીકરણ માટે જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લામાં ૧૯ નવેમ્બરથી ” આપણું સૌચાલય: આપણું સન્માન ” અભિયાનની શરૂઆત કરાઈ છે. જેમાં જિલ્લામાં આગામી તા.૧૦ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ સફાઈ મિત્રને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત પણ કરાયા હતા. આ સાથે સરકારશ્રીની સહાયથી સૌચાલય બનાવનાર ૫ લાભાર્થીઓને વહીવટી મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.એ. જાડેજાએ જણાવ્યું કે, સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં ગ્રામ્ય સ્તરે તથા બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસ સ્થળો, શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય તેવા સામુહિક શૌચાલયની ઓળખ કરવી અને તેને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરીને ફરી કાર્યરત કરાવવા, પાણી, દરવાજાનું સમારકામ, વીજળી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. વિવિધ સંસ્થાઓમાં શૌચાલયની જરૂરિયાત માટે એસેસમેન્ટ કરી csr અથવા ઉપલબ્ધ માન્ય અન્ય ભંડોળના ઉપયોગથી સંસ્થાઓમાં શૌચાલય બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓની ઓળખ કરવી, OTA ગ્રાન્ટનો ઉપયોગ કરીને CSCs અને સંસ્થા કે શૌચાલયનું રીટ્રો ફીટીંગ કરવામાં આવશે. આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન કમિટીના વિવિધ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા કેશોદ

Back to top button
error: Content is protected !!