
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં દગડીઆંબા ગ્રુપ ગ્રામ પંચાયતનાં બોરપાડા ગામમાં આવેલ કોતરમાં 40 વર્ષીય મોટરસાયકલ ચાલક તણાઇ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ડાંગ બોરપાડા ગામનાં રહેવાસી રસીકભાઈ બબાજુભાઈ પાડવી (ઉ. વ. આ.40) જેઓ કામ અર્થે મોટરસાયકલ ન.જી.જે.15.એ.0248 પર સવાર થઈ વઘઇ ગયા હતા.જેઓ કામકાજ પતાવી મોડી સાંજે પોતાના ગામ બોરપાડા જઈ રહ્યા હતા.તે દરમિયાન ભારે વરસાદમાં બોરપાડા ગામની સીમમાં કળમપાણી અને મદુળપાણીની કોતર પર આવેલ ફરસી પાર કરી રહ્યા હતા.જોકે પાણીમાં વધારો થયો હોવાને કારણે રસિકભાઈ પાડવી ભારે પ્રવાહમાં બાઇક સાથે ખેંચાઇને તણાઈ ગયો હતો.જે બાદ રસિકભાઈ અને મોટરસાયકલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.ત્યારે મોટરસાયકલ કોતર નજીકથી મળી આવી હતી.પરંતુ તણાઈ ગયેલ રસિકભાઈ હજુ સુધી મળી આવેલ નથી.ત્યારે આ બનાવને લઈને ડાંગ જિલ્લા વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ એન.ડી.આર.એફ ટીમનાં તરવૈયાઓ સહીત ગ્રામજનો દ્વારા તણાઈ ગયેલ ઈસમની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.



