
રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર બાગાયત વિભાગની વર્ષ ૨૦૨૫- ૨૬ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ- ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, કમલમ ફળ (ડ્રેગનફૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ) ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, કોમ્પ્રહિન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), ક્રોપ કવર/ બેગ (કેળ/ પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર/ ખારેક બંચ કવર, ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ (ડ્રેગનફ્રુટ), કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ કાર્યક્રમ, નાની નર્સરી (૦.૪૦ થી ૧ હેકટર સુધી, ફાર્મ ગેટ પેકહાઉસ- મુવેબલ હેન્ડલીંગ ટ્રોલી, શોટીંગ ટેબલ અને ફાર્મ ગેટ સ્ટેન્ડ અલોન કોલ્ડ સ્ટોરેજ સાથે પ્રી-કુલીંગ યુનિટ, મોબાઈલ પ્રોસેસીંગ યુનિટ, કોલ્ડ રૂમ (સ્ટેગીંગ), નોન પ્રેશરાઈઝડ રાઈપનીંગ ચેમ્બર CS-3, ઔષઘીય પાક, સોલર ક્રોપ ડ્રાયર ૨૪ કલાકના બેકઅપ સાથે, મૂલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ, રાજયમાં જુથ અને ગ્રામ્ય કક્ષાએ ફળ- શાકભાજી પાકોના કલેકશન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના અંગે જૂનાગઢ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રો અરજી કરી શકશે.આ કાર્યક્રમ અંતર્ગત આઈ ખેડુત પોર્ટલ ૨.૦ http//ikhedut.gujarat.gov.in આ વેબસાઈટ ઉપર જઈને આગામી તારીખ ૦૧/૦૯/૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો વ્યવસ્થિત રીતે સ્કેન કરીને અપલોડ કરીને અરજી કન્ફર્મ કરી આ અરજીની નકલ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરીને જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરદાર બાગ પાસે, નીલમ બાગ, લઘુ કૃષિ ભવન, જૂનાગઢ આ સરનામાં ઉપર તાત્કાલિક ધોરણે મોકલી આપવાની રહે છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે કચેરીના ટેલિફોન નંબર ૦૨૮૫- ૨૬૩૫૦૧૯ પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ



