INTERNATIONAL
જાપાનના ક્યૂશુ ટાપુ પર ભૂકંપના જોરદાર આંચકા, સુનામીની ચેતવણી
જાપાનના ક્યૂશુ ટાપુ પર ભૂકંપના જોરદાર આંચકા આવતા લોકોમાં ભારે ફફડાટ છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી છે. ભૂકંપ બાદ જાપાનના તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે.
જાપાનની એજન્સીઓ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યૂશુમાં જ હતું. જેથી આસપાસના વિસ્તારોમાં સુનામીનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે જાપાનમાં અવારનવાર ભૂકંપ આવતા રહે છે, જેથી અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભૂકંપ સામે ટકી શકે તેવી જ બનાવવામાં આવે છે.




