વિશ્વ ડેન્ગ્યુ દિવસે જન જાગૃતિ ભાગરૂપે પાલનપુરમાં અભિયાન છેડાયું

17 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વિશ્વ ડેન્ગ્યુ દિવસ ઉજવણી ની ભાગરૂપે જન જાગૃતિ લાવવા મચ્છર થી થતા મેલેરિયા ડેન્ગ્યુ બચવા બચવા કઈ રીતે પગલાં લેવા તેની માહિતી આરોગ્યના તબીબો અધિકારી વોર્ડ નંબર 11 ના વિસ્તારોમાં જાગૃતિ અભિયાન છેડ્યું હતુ અર્બન હેલ્થ સેન્ટર 3 પાલનપુર ના વોર્ડ નંબર વોર્ડ નંબર 11નાઆવેલા વિવિધ વિસ્તારોમાં તેમજ રામલીલામેદાન(હનુમાન મંદિર) વિસ્તારમાં વિશ્વં ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી માઁ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી માનનીય સાહેબ શ્રી ડૉ. સંજય સોલંકી સાહેબ તેમજ જિલ્લા મેલેરિયા એકેડેમિક માનનીય સાહેબશ્રી ડૉ. સતિષભાઈ પ્રજાપતિ સાહેબ અને તાલુકા આરોગ્ય અધિકારી માનનીય ડૉ. દીપકભાઈ અનાવાડીયા સાહેબશ્રી તેમજ અર્બન મેડિકલ ઓફિસર ડૉ.અર્ચનાબેન ચૌધરી ના માર્ગદર્શન હેઠળ વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી તેમજ પોરા માંથી મચ્છર કઈ રીતે થાય તેના જીવન ચક્ર વિશે અને તેનાથી તથા મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો ના અટકાયતી પગલા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે જુદી જુદી રીતે iec કરીને લોકોને સમજણ આપેલ તેમજ ડેમો કરવામાં આવેલ ને આ કેમ સફળ બનાવવામાઁ સુપરવાઇઝર શ્રી.દિનેશભાઈ શ્રીમાળી ઉત્તમભાઈ શ્રીમાળી,હિરેન રાઠોડ,અજય અદલિયા,નરેશસાધુ,અશ્વિન સાલવી,હસમુખ ચૌહાણ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફ દ્વારા મેડિકલ કેમ્પ માઁ હાજરી આપી કાર્યક્રમ ને સાર્થક બનાવ્યો.





