વધુ એક વખત 181 અભયમ હેલ્પ લાઇન યુવતિની મદદે આવી

યુવતીને હેરાનગતિ કરતા શખ્સને કાયદાનો પાઠ ભણાવતી ટીમ અભયમ….
રાજકોટ શહેરમાં કાર્યરત 181 અભયમ ને કોલ મળતા અભયમ ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ મહિલા કોન્સ્ટેબલ શિલ્પાબેન અને પાયલોટ શ્યામભાઈ સ્થળ પર પહોંચેલ, ત્યારબાદ ટીમ દ્વારા યુવતી નું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે યુવતી ગામડેથી અહીંયા શહેરમાં અભ્યાસ કરવા માટે રહેતા હોય લગભગ તેઓ અહીંયા ચારેક વર્ષથી રહેતા હોય તે ઉપરાંત બે વર્ષથી તેમને અહીંયા એક યુવક સાથે મિત્રતા થઈ ગયેલ અને બે વર્ષ સુધી રિલેશનશિપ રહી ત્યારબાદ યુવતીને યોગ્ય ન જણાતા તે યુવક સાથે સંપર્ક છોડી દીધો છતાં તે યુવક યુવતીને તેમના બંનેના પર્સનલ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા હોય તે ઉપરાંત યુવકે સોશિયલ મીડિયા પર યુવતી ના નામનું આઈડી બનાવી મિસ યુઝ કરતા હોય અને યુવતી જે હોસ્ટેલ માં રહેતા હોય તે હોસ્ટેલની આજુબાજુ આ યુવક વારંવાર ફરકતા હોય આમ યુવતી સંબંધ રાખવા માંગતા ન હોય તે છતાં આ યુવક યુવતી ને વારંવાર માનસિક ત્રાસ લગભગ ત્રણ માસથી આપતા હોય અને આજરોજ યુવતીએ કંટાળીને અભયમ ટીમ ની મદદ માંગી હોય ત્યારબાદ યુવતી પાસે હકીકત જાણ્યા બાદ યુવક સ્થળ પર હાજર ન હોય માટે ટીમ દ્વારા યુવકને સ્થળ પર બોલાવી તેમને કાયદાનું ભાન કરાવી યુવતીનાં યુવક સાથેના પર્સનલ ફોટા મોબાઇલ માંથી ડીલીટ કરાવ્યા . ત્યારબાદ યુવતીનું સોશિયલ મીડિયા પર આઈડી યુઝ કરતા હતા તે મોબાઇલ માંથી રીમુવ કરાવેલ અને ત્યારબાદ ટીમ દ્વારા યુવકને કડક ભાષામાં સમજાવી યુવતી ને હવે પછી હેરાનગતિ ન કરે એ બાબતે જણાવેલ આમ ટીમ દ્વારા કડકાઈથી સમજાવ્યા બાદ યુવકે પોતાની ભૂલ સ્વીકારી અને હવે પછી તેઓ યુવતી ને હેરાનગતિ કરશે નહીં અને તેમના રસ્તામાં આવશે નહીં તેવી ખાતરી આપી યુવતી પાસે માફી માંગેલ ત્યારબાર યુવતીને અભયમ ટીમની કાર્યવાહી થી સંતોષ થતા આગળની કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું અને યુવકને સુધરવાનો મોકો આપેલ
અંતે યુવતીએ પોતાની સમસ્યાનું સ્થળ પર જ સુખદ નિરાકરણ આવતા અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ….






