પનાસ આદિવાસી ગ્રુપ આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પનાસ આદિવાસી યુનિટી ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૬ સીઝન-૧ નું ભવ્ય આયોજન પ્રજાસત્તાક દિને આદિવાસી સમાજના યુવાઓમાં એકતા અને ભાઈચારો જળવાય રહે તેવા શુભ આશયથી સુરત શહેરના કાંઠા વિભાગના ભીમરાડના ઐતિહાસિક ગાંધી મેદાન પર એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ નો શુભારંભના મુખ્ય અતિથિ તરીકે વલસાડ- ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક ગાંધી મેદાન ખાતેની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ-૦૬ ટીમોએ ભાગ લીધો હતો, આ મેચમાં ચેમ્પિયન ટીમ આરંભ ટાઈગર વિજેતા થઈ હતી. ટીમના કેપ્ટન દિવ્યેશ પટેલ, તેમજ રનર્સ અપ ટીમ વી. કે. ૧૮ વિજેતા થઇ હતી. જે ટીમના કેપ્ટન જેનીશ રાઠોડ ની ટીમે જોરદાર પ્રદર્શન કર્યુ હતું. ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજકો દ્વારા બેસ્ટ ઓલરાઉન્ડર,બેસ્ટ બોલર તેમજ બેસ્ટ ફિલ્ડર તેમજ બેસ્ટ કેચ ર તેમજ બેસ્ટ બેટમેન રમતવીરોને શિલ્ડ તેમજ મેડલથી સન્માનિત કરવામાં આવેલ હતા તેમ જ મેન ઓફ ધી સીરીઝ પિયુષ રાઠોડ, બેસ્ટ બોલર જેનીશ રાઠોડ, બેસ્ટ બેટ્સમેન ધીરજ તાંદલેકર જેવા યુવા ખેલાડીઓની ઝલક જોવા મળી હતી, કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગાંધી સ્મારક સમિતિના પ્રણેતા અને પ્રમુખ અને માજી કોર્પોરેટર બળવંતભાઈ લલ્લુભાઈ પટેલ, સમસ્ત આદિવાસી સમાજ સુરતના અધ્યક્ષ કાંતિલાલ કુન્બી, સુરત ઢોડીયા સમાજના દિનેશભાઈ પટેલ રવિભાઈ ગામીત હિતેશભાઈ ગામીત, અનિલભાઈ પટેલ, પ્રફુલભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, ભરતભાઈ સી પટેલ, ઉષાબેન પટેલ, વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતાં.





