DAHODGUJARAT

દાહોદ ITI ખાતે DISHA દ્વારા એક દિવસીય મેનસ્ટ્રીમિંગ તાલીમ યોજાઈ

તા.૨૦.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

DAHOD:દાહોદ ITI ખાતે DISHA દ્વારા એક દિવસીય મેનસ્ટ્રીમિંગ તાલીમ યોજાઈ

આજ રોજ તારીખ.૨૦.૧૨.૨૦૨૫ ના રોજ માનનીય એ.પી.ડી., GSACS અમદાવાદ, ડૉ. કાર્તિક શાહના આદેશ મુજબ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને DTHO શ્રી ડૉ. આર.ડી. પહાડીયા ના માર્ગદર્શન હેઠળ DISHA દાહોદ દ્વારા ITI દાહોદ ખાતે એક દિવસીય મેનસ્ટ્રીમિંગ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુથ તથા જનમાનસ સુધી આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવાનો હતો. આ હેતુને સિદ્ધ કરવા માટે DISHA Dahod ના  કોમલ પટેલ દ્વારા કાર્યક્રમ અંતર્ગત HIV/AIDS, Hepatitis, TB તથા Blood Bank વિષયક વિસ્તૃત તાલીમ આપવામાં આવી. સાથે જ ભાવિ સમયમાં બ્લડ ડોનેશન કેમ્પના આયોજન માટે ચર્ચા પણ કરવામાં આવી.તદુપરાંત કાઉન્સેલર અનિલભાઈ ભુરીયા દ્વારા STI/RTI વિષયક માહિતી ટ્રાઇબલ યુથને સરળ અને વિગતવાર રીતે સમજાવવામાં આવી, જેથી યુવાનોમાં જાગૃતિ વધે અને આરોગ્ય પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસે.સમગ્ર કાર્યક્રમમાં સહકાર બદલ પ્રિન્સીપાલ એસ.એસ. મકવાણા.વિપુલ લાલચંદાની. નિલેષ પરમાર તથા ITIના સમગ્ર સ્ટાફશનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.આ કાર્યક્રમમાં ITI દાહોદના કુલ 115 વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને સક્રિય ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.

Back to top button
error: Content is protected !!