વિકસિતભારતનિર્માણમાટે ભારતીયજ્ઞાનપરંપરાનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિષયપરએકદિવસીય રાષ્ટ્રીયસેમિનાર સફળતાપૂર્વક સંપન્ન

29 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા કેળવણી મંડળ, પાલનપુર દ્વારા સંચાલિત આર. આર. મેહતા કોલેજ ઑફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઑફ કોમર્સ, પાલનપુર તથા વિજ્ઞાન શાખા અને આઇ.ક્યુ.એ.સી. દ્વારા વિકસિત ભારત નિર્માણમાટે ભારતીયજ્ઞાન પરંપરાનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ’ વિષય પર એકદિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કેસીજી, અમદાવાદના આર્થિક સહયોગથી ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬, બુધવારના રોજ સંપન્ન થયું.સેમિનારનું ઉદ્ઘાટન મુખ્ય અધ્યક્ષ શ્રી સુનીલકુમાર બી. શાહ, સેકેટરી, સંચાલન સમિતિ, બનાસકાંઠા ડિસ્ટ્રીકટ કેળવણી મંડળે પોતાના આશીર્વાદ રજૂ કર્યા.મુખ્ય વક્તા પ્રો. બી. એ. જાડેજા (વનસ્પતિશાસ્ત્ર વિભાગ, એમ. ડી. સાયન્સ કોલેજ, પોરબંદર) તથા આમંત્રિત વક્તાપ્રો રક્ષિત અમેતા (રસાયણ વિભાગ, પેસિફિક યુનિવર્સિટી, ઉદયપુર), ડૉ. એન. કે. પટેલ (વનસ્પતિશાસ્ત્ર વિભાગ, શેઠ એમ. એન. સાયન્સ કોલેજ, પાટણ) સહિતના દેશના વિવિધ ભાગોમાંથી આવેલા વિદ્વાન વક્તાઓએ તેમના જ્ઞાનવર્ધક વ્યાખ્યાનો દ્વારા સહભાગીઓને લાભાન્વિતકર્યા.આ સેમિનારનો મુખ્ય હેતુ ભારતીય જ્ઞાન પરંપરામાં સમાયેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતો, તેમનું આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકલન અને તેના દ્વારા ટકાઉ તથા સ્વાવલંબી વિકાસમાં થઈ શકે તેવા ફાળાનો વિસ્તૃત અભ્યાસ કરવાનો હતો. સેમિનારમાં રસાયણ વિજ્ઞાન, ધાતુશાસ્ત્ર, ઉન્નત સામગ્રી, પ્રાચીન ભારતમાં ગાણિતિક અને કોમ્પ્યુટેશનલ વિચારસરણી, ભૌતિક અને નૈસર્ગિક વિજ્ઞાન, આયુર્વેદ અને સ્વદેશી આરોગ્ય વિજ્ઞાન તથા એનઇપી ૨૦૨૦ સાથેના સંબંધ જેવા વિવિધ વિષયો પર સત્રો આયોજિત કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના એકેડેમીક ડાયરેક્ટરર્ડા. અમીત પરીખ અનેૉ. વાય. બી. ડબગર, આચાર્ય ના માર્ગદર્શન હેઠળૉ. એસ. આઈ. ગટીયાલા, ડૉ. જે. એન પટેલ, ડૉ. કે. સી. પટેલ, ડૉ. કે. વી. મહેતા, ડૉ. કે. કે. માથુર, ડૉ. ધુવા પંડયા, શ્રી વિજય પરમાર, ટેકનીકલ ટીમ શ્રી હરેશ ચૌધરી, શ્રી સાગરનાઈ, ડૉ. સમીર ચૌધરી, શ્રી મહેશ પટેલ તથા તમામ સ્ટાફમીત્રોનો સેમિનારની સફળતામાં મહત્વનો ફાળો રહ્યો હતો.રાષ્ટ્રીય અને સ્થાનીય સલાહકાર સમિતિના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભરના વિવિધ વિદ્યાપીઠો અને સંસ્થાઓમાંથી વિદ્વાનો, શિક્ષકો, સંશોધકો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોએ સક્રિય ભાગીદારી નોંધાવી, સેમિનાર દરમિયાન થયેલી તકનીકી ચર્ચા, વિવેચન અને જ્ઞાનના વિનિમયથી ભારતીય જ્ઞાન પરંપરાના વૈજ્ઞાનિક પાસાંઓને આધુનિક સંદર્ભમાં રજૂ કરવામાં અને તેના પ્રયોગો દ્વારા વિકસિત ભારતના લક્ષ્ય તરફ દેશને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ફાળો આપવાની દિશામાં સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો.







