BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના પાલેજ નજીક કાર-બાઇક અકસ્માત: સાંસરોદ પાસે એકનું મોત, ઘટના CCTVમાં કેદ

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ જિલ્લામાં અકસ્માતોની સતત ઘટનાઓ વચ્ચે પાલેજ નજીક વધુ એક જાનલેણ અકસ્માત સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 9 ઓક્ટોબર-2025ની રાત્રે આશરે 10:50 વાગ્યાના સમયગાળામાં પાલેજ નજીક નેશનલ હાઇવે નં.48 પર કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાંસરોદ ગામની નજીકથી પસાર થતી વેળાએ મોપેડ ચાલકને કાર ચાલકે જોરદાર ટકર મારી હતી.આ ભયાનક અથડામણમાં બાઇક ચાલક હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયો હતો. ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં અકસ્માતની ક્ષણો સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. સ્થાનિકોમાં આ દુર્ઘટનાને લઈ શોક અને ચકચારનું માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!