
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા :બાયપાસ રોડ પર માજુમ નદીના પુલ પર થી કાર સારવાર દરમિયાન વધુ એકનું મોત,4 લોકોના મોત : મૃતકો ખાનગી ટ્યૂશન ક્લાસીસ ચલાવતા તેમજ શિક્ષકો હોવાની માહિતી
મોડાસાના માઝૂમ નદી ના પુલ પરથી કાર પુલ માં ખાબકવાનો મામલે ગોઝારા અકસ્માત માં વધુ એક નું મોત થયું હોવાની માહિતી સામે આવી છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર જાગ્રસ્ત શિક્ષક નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે સાથે કારમાં સવાર તમામ ચારે ના મોત નીપજ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ મૃતકો મોડાસા ખાનગી બી કનાઇ સ્કૂલ માં તેમજ મોશન ટ્યુશન કલાસીસ ના શિક્ષકો હોવાની પણ માહિતી સામે આવી છે જેમાં 2 લોકો રાજેસ્થાન અને 2 ગુજરાતનાં યુવકો હોવાની પણ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે મૃતકોમાં – વિશાલ રાજ,આબીદ મોરડીયા,કપિલ ઉપાધ્યાય,દિપક મેવાડા ના નામ સામે આવ્યા છે ચારે શિક્ષકો મોડાસા જ રહેતા હતા
મોડાસા ખાતે આવેલ બાયપાસ રોડ ન્યુલીપ સ્કૂલ પાસે આવેલ માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત 9 વાગ્યાની આજુબાજુ ના સમયમાં સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી જેમાં અકસ્માતમાં કાર ૪૦ ફૂટ ઊંડી નદીમાં પડતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જયારે એક યુવકનો આબાદ બચાવ થયો હતો આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પર ની છે ઘટના ને લઇ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું ઘટના ની જાણ થતા સ્થાનિક પોલિસ સહીત ફાયર બ્રિગેડ ની ટીમ આવી પોંહચી કામગીરી હાથ ધરી હતી હાલ પ્રાથમિક માહિતી મુજબ આ કાર અમદાવાદ વિસ્તારની હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે સમગ્ર ઘટના ને લઈ રસ્તાઓ પર વાહનો ની કતારો લાગી હતી. ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે દવાખાને ખસેડાયો છે જોકે સારવાર હેઠળ ખસેડાયેલ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી સારવાર દરમિયાન તે યુવકનું પણ મોત નીપજ્યું હતું આમ ગોજારા અકસ્માત માં 4 લોકોના મોત નીપજ્યા હતા







