ભરૂચ શહેરમાં જે.બી.મોદી પાર્ક સહિત અન્ય બે જગ્યાએ પાંચમા – સાતમા દિવસે વિસર્જન માટે પવિત્ર કુંડનું નિર્માણ

*****
*ભરૂચ વાસીઓ માટે પવિત્ર જળકુંડમાં વિસર્જન કરવાની પરંપરા હવે મકક્મ નિર્ધાર બનશે…*
****
*ગણેજીની પ્રતિમાનું વિસર્જન તંત્ર દ્વારા તૈયાર કરાયેલા પવિત્ર કુંડમાં જ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્નારા અપીલ કરાઈ*
****
ભરૂચ- બુધવાર- ગણેશચતુર્થીના દિવસે ગણેશજીની નાની-મોટી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે. ભરૂચ શહેરમાં પાંચમા અને સાતમ માટે વહીવટીતંત્રના માર્ગદર્શનમાં ગણેશ વિસર્જન માટે જે.બી.મોદી પાર્ક પાસે પવિત્ર જળકુંડ બનાવવામાં આવ્યો છે.
ભરૂચ શહેર ખાતે આજરોજ જે.બી.મોદી પાર્ક પાસે નિર્મિત જળકુંડમાં નગર પાલિકા પ્રમુખશ્રી, ચિફ ઓફીસરશ્રી, તેમજ વિવિધ શાખાઓના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ તથા અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં જળકુંડમાં ભારત દેશની પાંચ પવિત્ર નદીના જળને પવિત્ર જળકુંડમાં શાસ્ત્રોક્તવિધિ સાથે અર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.
જિલ્લા વહીવટીતંત્ર દ્નારા ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવાય અને કુદરતી જળાશયોને પ્રદૂષણ મુક્ત રાખવા જાહેર જનતાને ચોક્કસ બાબતો ધ્યાને લેવા અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી હતી. જેને અનુસંધાને જિલ્લા સમાહર્તાશ્રી તુષાર સુમેરાના સૂચારું માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્નારા અભિયાન સ્વરૂપે જિલ્લાની તમામ નગરપાલીકાઓ દ્નારા પવિત્ર જળકુંડુનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ જળકુંડમાં ભારતની પાંચ પવિત્ર નદીઓના પવિત્ર જળ અર્પણ કરી શાસ્ત્રોક્તવિધિ સાથે ગોર-મહારાજની ઉપસ્થિતિમાં પવિત્ર જળકુંડમાં ગણેશજીની પ્રતિમાને વિસર્જન કરવાની નેમ રાખવામાં આવી છે. ત્યારે હવે ભરૂચ વાસીઓ માટે પવિત્ર જળકુંડમાં વિસર્જન કરવાની પરંપરા હવે મકક્મ નિર્ધાર બનવા જઈ રહી છે. ભરૂચ શહેરના નાગરીકોએ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ અભિયાનમાં જોડાય રહ્યા છે. હાલ નગરપાલિકા ભરૂચ દ્નારા શહેરમાં ત્રણ જેટલા પવિત્ર જળકુંડ બનાવ્યા છે. જે.બી.મોદી પાર્ક, મક્મતપુર, અને ગાયત્રી મંદીર ઝાડેશ્વર ખાતેના જળકુંડમાં જ નાની – મોટી તમામ પ્રતિમાઓનું વિસર્જન થાય એ જવાબદારી હવે આપણા ભરૂચ વાસીઓની રહેશે.
વધુમાં, જિલ્લાનો ઈતિહાસ પ્રાચીન કાળથી તેની આગવી વિશિષ્ટ તાઓ ધરાવે છે, ઈતિહાસ અને સંસ્કૃાતિમાં ભરૂચનું આગવું સ્થાનન છે. આવી ભવ્ય ભૂતકાલીન જાહોજલાલીને વરેલા ગુજરાતની જીવાદોરી નર્મદા નદીનાં કાંઠે વસેલા ભરૂચનગરની જનતા હવે પવિત્ર જળકુંડમાંજ ગણેજીની પ્રતિમાને વિસર્જન કરવાની નેમનો નિર્ધાર કરી લીધો છે. આવા ભવ્યભૂતકાળને વરેલા ભરૂચમાં સ્વચ્છ ભરૂચની ઉક્તિને સાર્થક કરતા જળકુંડમાં ગણેજીની તમામ મૂર્તિઓનું વિસર્જન તંત્ર દ્વારા તૈયાર કરાયેલા પવિત્ર કુંડમાં જ થાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે.





