ARAVALLIBHILODAGUJARAT

ભિલોડા ડેપોની હિંમતનગર -મેઘરજની બસ સેવા            દર શનિવારના રોજ બંધ રહેતા મુસાફળો ને મુશ્કેલીઓ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડા ડેપોની હિંમતનગર -મેઘરજની બસ સેવા            દર શનિવારના રોજ બંધ રહેતા મુસાફળો ને મુશ્કેલીઓ

સલામત સવારી એસ ટી હમારી કદાચ આ સૂત્ર લોકો ગરે બેસી ગયું હશે અને સાંભર્યું પણ હશે અને આના માટે જ સૌથી વધુ બસમાં મુસાફરી કરવાનું લોકો પસંદ કરે છે પરંતુ રોજ ચાલુ રહેતી બસ દર શનિવારે જયારે બંધ રહે છે ત્યારે મુસાફરો ને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે વાત છે એક એવી બસ જે આજે પણ દર શનિવારે નથી આવતી

ભિલોડા ડેપોની ખાસ બસ અને પહેલા હિંમતનગર ડેપો ની બસ જે છેલ્લા એક વર્ષ થી ભિલોડા ડેપો ને ફારવવામાં આવેલ જે બસ ભિલોડા ડેપો થી આશરે 11 વાગે વાયા ગાભોઇ થઇ હિંમતનગર જાય છે અને હિંમતનગરથી 12 : 30 કલાકે બસ જે હાઇવે ટુ હાઇવે શામળાજી થઇ ને દેવનીમોરી, હિંમતપુર, વાઘપુર, સરકીલીમડી, કુંડોલ, ઈસરી, તરકવાડા, રેલ્લાંવાડા, પંચાલ, મેઘરજ જાય છે જે બસ આમ તો દરરોજ સમયસર આવે છે જે સોમ થી શુક્રવાર સુધી રેગ્યુલર ચાલુ રહે છે પરંતુ મહિનાના દરેક શનિવારે જ માત્ર બંધ રહેતા આ દિવસે આવતા મુસાફળો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર આ બસ દર શનિવારના રોજ બંધ રહેતા હિંમતનગર થી આવતા મુસાફરો,વિદ્યાર્થીઓ ને ખુબ મુશ્કેલી નો સામનો કરવો પડે છે ટુટક ટુટક ડબલ ભાડા ખર્ચી પ્રાઇવેટ સાધન માં મુસાફરી કરવાની ફરજ પડે છે અને આ વિસ્તારમાં બપોરે હિંમતનગરથી શામળાજી રેલ્લાંવાડા મેઘરજ તરફ આ એક જ બસ સુવિધા છે ત્યારે હાલ આ બસ દર શનિવારે બંધ રહેતા મુશ્કેલી વેઠવી પડે છે જેને લઇ આગળ અવાર નવાર ડેપો મેનેજર, ટી આઈ, ને મૌખિક રજૂઆત કરવા કરવા છતાં 1 વર્ષ થી માત્ર આશ્વાસન આપવામાં આવે છે અને શનિવાર ના રોજ હાલ પણ આ બસ આવતી નથી તેમ જણાવ્યું હતું ત્યારે આ બાબતે ડેપો મેનેજર ને ટેલિફોનિક વાત કરતા સંપર્ક થયો ન હતો હાલ તો શનિવાર ના રોજ બસ ચાલુ કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!