સાવરકુંડલાના મમતા ઘરની સેવાકીય યાત્રાને એક વર્ષ પૂર્ણ ભવ્ય ઉજવણી*

*સાવરકુંડલાના મમતા ઘરની સેવાકીય યાત્રાને એક વર્ષ પૂર્ણ ભવ્ય ઉજવણી*
*જરૂરિયાતમંદ બાળકોને આશ્રય, ભોજન અને શિક્ષણ આપી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી સંસ્થા*
સાવરકુંડલા સદગુરુ સેવા ટ્રસ્ટ સંચાલિત મમતા ઘર દ્વારા તેના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પૂજ્ય સંતો અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકો દ્વારા અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે સૌના દિલ જીતી લીધા હતા. છેલ્લા એક વર્ષથી મમતા ઘર સાવરકુંડલામાં મા અને બાપ વિહોણા જરૂરિયાતમંદ બાળકો માટે આશાનું કિરણ બન્યું છે. અહીં પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકોને ભણે ત્યાં સુધી વિનામૂલ્યે આશ્રય, ભોજન અને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, મમતા ઘર દ્વારા વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે, જેના પરિણામે અનેક બાળકોએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ વાર્ષિક મહોત્સવની ઉજવણીમાં પરમ પૂજ્ય ઉષા મૈયા, પૂજ્ય ભક્તિ બાપુ, પૂજ્ય નારાયણ સાહેબ, કરસનગિરી બાપુ, ઘનશ્યામદાસ બાપુ સહિત અમરેલી ગંધ સાહિત્ય ગ્રુપ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સૌની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા. બાળકોની પ્રતિભા અને ઉત્સાહ જોઈને ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા, જે મમતા ઘર દ્વારા કરવામાં આવતા સરાહનીય કાર્યોનું પ્રતિક છે. મમતા ઘર સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા બાળકોને મદદ કરવાનો છે જેઓ માતા-પિતા વિહોણા છે અથવા જેમના માતા-પિતા તેમને ભણાવવા સક્ષમ નથી. મમતા ઘર આવા બાળકોને ભણે ત્યાં સુધી વિનામૂલ્યે રાખવાની નેમ ધરાવે છે, જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે.
જો આપના ધ્યાને કોઈ માતા-પિતા વિહોણા અથવા જરૂરિયાતમંદ બાળક હોય જેને શિક્ષણ અને આશ્રયની જરૂર હોય, તો મમતા ઘર, અંબિકા સોસાયટી, સાવરકુંડલાનો સંપર્ક 98256 03247 કરવા વિનંતી છે. આપનો એક નાનો પ્રયાસ કોઈ બાળકના ભવિષ્યને નવજીવન આપી શકે છે. સદગુરુ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ મંજુલાબેન દુધરેજીયા ની અખબારી યાદીમાં જણાવ્યું હતું




