ARAVALLIMALPURMODASA

માલપુર બસ સ્ટેશન પર ગરમીનો કહેર, મુસાફર બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

માલપુર બસ સ્ટેશન પર ગરમીનો કહેર, મુસાફર બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

અરવલ્લી જિલ્લાના માલપુર બસ સ્ટેશન ખાતે અસહ્ય ગરમીના કારણે એક મુસાફર અચાનક ઢળી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ડીસાથી દાહોદ જતી એસટી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરે રસ્તામાં અન્ય મુસાફરોને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી.ગરમીના પ્રકોપ વચ્ચે બસ માલપુર બસ સ્ટેશન પહોંચતા મુસાફર અચાનક બેભાન થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં એસટીના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બેભાન હાલતમાં મુસાફરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.મુસાફર પાસે રહેલા મોબાઈલમાં પાસવર્ડ હોવાના કારણે તેની ઓળખ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે બસ સ્ટેશન પર થોડા સમય માટે ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.વધતી જતી ગરમી અને હીટવેવ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોએ ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. ખાસ કરીને મુસાફરી દરમિયાન પૂરતું પાણી પીવું, માથું ઢાંકી રાખવું અને વધુ સમય સુધી તડકામાં ન રહેવાની સૂચના આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!