વલસાડ: કપરાડાના અંભેટી ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે તા. ૧૩ ઓગસ્ટ સુધી ઑનલાઇન ફોર્મ ભરાશે..

વાત્સલ્યમ સમાચાર
વલસાડ
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં અંભેટી ખાતે સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ- ૬માં શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩,૪,૫ માં સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ.
ઓનલાઈન અરજી તા.૧૩.૦૮.૨૦૨૫ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટમાં www.navodaya.gov.in પરથી કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા.૧૩.૧૨.૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. ઑનલાઇન ફોર્મ ભરવાની લિંક – https://cbseitms.rcil.gov.in/nvs? AspxAutoDetectCookieSupport=1 ा मु४५ છે. વિદ્યાર્થીની જન્મ તારીખ ૦૧.૦૫.૨૦૧૪ થી ૩૧.૦૭.૨૦૧૬ વચ્ચે હોવી જોઈએ (બન્ને તારીખો સહિત) જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાનની પ્રવૃતિ શીખવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત-ગમત તથા SPC, SCOUT&GUIDE, ART& MUSIC જેવી સર્વ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે સર્વાત્રીક વિકાસની ઉત્તમ તકો છે. ફોર્મ ભરવા ઉત્સુક દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને વહેલી તકે ફોર્મ ભરવા આચાર્યશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.




